EDના કાર્યાલયમાં વાડ્રાને EDના નાયબ ડાયરેક્ટર રાજીવ શર્મા સહિત ત્રણ અધિકારીઓએ મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી હતી. એક અહેવાલ પ્રમાણે, વાડ્રાને ડિફેન્સ ડીલર સંજય ભંડારી સાથે સંબધો પર પૂછપરછ થઇ હશે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો લંડનના 12, બ્રાયનસ્ટન સ્કેયર સ્થિત લગભગ 17 કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદારીમાં કથિત મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલો છે. EDના સુત્રોની અનુસાર આ સંપત્તીના માલિક રોબર્ટ વાડ્રા છે. વાડ્રા આ મામલામાં આગોતરા જામીન માટે દિલ્હીની કોર્ટમાં પહોંચ્યાં હતાં. કોર્ટે તેમણે આદેશ આપ્યો હતો કે, તેઓ CBIને તપાસમાં સહયોગ કરે.
દિલ્હીની એક કોર્ટે વાડ્રાને 16 ફેબ્રુઆરી સુધી અંતરિમ જમાનત આપી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, 6 ફેબ્રુઆરીએ ED સમક્ષ હાજર થઇ તપાસમાં સામેલ થવાનું રહેશે. અગાઉ પ્રિયંકા ગાંધી વાર્ડા પતિને EDની ઓફિસ સુધી છોડવા પહોંચ્યા હતા, ત્યાંથી પ્રિયંકા સીધા કોંગ્રેસ કાર્યાલય ગયા હતા.