બિજનોર: તબલીઘી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કોરોના વાઇરસથી સંક્રમિત થવાના સંદેહમાં ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લા હોસ્પિટલના અલગ વોર્ડમાં રાખવામાં આવેલા ઇન્ડોનેશિયાના 8 લોકો સહિત 13 લોકોએ હોસ્પિટલમાં હંગામો સર્જીને ઇંડા અને બિરયાનીની માગ કરી હતી.
CMS જ્ઞાનચંદે કહ્યું કે, હોસ્પિટલના વોર્ડમાં રાખેલા 8 ઇન્ડોનેશિયાના અને 5 ભારતીય તબલીઘી જમાતના સભ્યોએ સફાઇ કર્મી સાથે આડોડાઇ કરીને ઇંડા અને બિરયાનની માગ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું કે આ લોકોની માગ પુરી કરવામાં ન આવતા હંગામો સર્જ્યો હતો.
આ મામલે સૂચના મળવા પર કલેક્ટર રમાકાંત પાંડે, એસપી સંજીવ ત્યાગી અને સીએમઓ વિજય યાદવે હોસ્પિટલમાં પહોંચી તમામને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, તબલીઘી જમાતમાં ભાગ લીધેલા અત્યાર સુધીમાં 14 રાજ્યોમાંથી 647 લોકોમાં કોરોના વાઇરસના સંક્રમણની પુષ્ટિ થઇ હતી.