ETV Bharat / bharat

જાંબલી અંગૂઠા અને ફોલ્લીઓ પણ Covid-19 ની નિશાની હોઈ શકે છે

એક અભ્યાસ પ્રમાણે, કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીમાં જોવા મળતા ‘કોવિડ ટો’ તરીકે ઓળખાતા જાંબલી અગૂઠા થી લઈને તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરમાં જીવલેણ લોહીની ગાંઠ હોવાના સંકેત આપતી શરીર પરની ફોલ્લીઓનો કોરોનાના લક્ષણોમાં સમાવેશ થાય છે.

covid-19-study
જાંબલી અંગૂઠા અને ફોલ્લીઓ પણ Covid-19 ની નીશાની હોઈ શકે છે
author img

By

Published : Jul 29, 2020, 6:59 AM IST

એક અભ્યાસ પ્રમાણે જાંબલી અંગૂઠા અને ફોલ્લીઓ પણ Covid-19 ની નિશાની હોઈ શકે છે.

એક અભ્યાસ પ્રમાણે, કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીમાં જોવા મળતા ‘કોવિડ ટો’ તરીકે ઓળખાતા જાંબલી અગૂઠા થી લઈને તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીઓના શરીરમાં જીવલેણ લોહીની ગાંઠ હોવાના સંકેત આપતી શરીર પરની ફોલ્લીઓનો કોરોનાના લક્ષણોમાં સમાવેશ થાય છે.

બોસ્ટન (યુએસએ) : તાજેતરમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે, ચામડીમાં ફોલ્લીઓ જેવી નીશાની Covid-19ની નીશાની હોઈ શકે છે અથવા તે Covid-19ના અન્ય લક્ષણોની શરૂઆત હોઈ શકે છે.

મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ (MGH) અને હાર્વડ મેડીકલ સ્કૂલ (HMS)ના સંશોધકોએ અમેરીકન એકેડમી ઓફ ડર્મેટોલોજી અને ઇન્ટરનેશનલ લીગ ઓફ ડર્મેટોલોજીક સોસાયટી સાથે મળીને કોરોના વાયરસને કારણે ત્વચા પર થતી અસરનો વિસ્તાર પૂર્વકનો અને ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવા માટે એક રજીસ્ટ્રી તૈયાર કરી છે.

એક સત્તાવાર જાહેરાતમાં મુખ્ય સંશોધક ઇસ્થર ઇ. ફ્રીમેનના નીવેદનને ટાંકીને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ રજીસ્ટ્રીમાં ત્વચા પર Covid-19ના લક્ષણોની અસરને વિસ્તૃત રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમે એ નથી જોઈ રહ્યા કે Covid-19ની અસર એક ચોક્કસ પ્રકારની ફોલ્લીઓ તરીકે દેખાઈ શકે છે પરંતુ Covid-19 ચામડી પર થતા અલગ અલગ અભ્યાસનું કારણ બની શકે છે તેના પર અભ્યાસ કરી રહ્યા છીએ.”

સંશોધકોએ Covid-19થી શક્યત: સંક્રમીત એવા 716 દર્દીઓના કેસની માહિતી એકત્ર કરી છે જેમને ચામડીને લગતા લક્ષણો દેખાઈ રહ્યા છે આ કેસમાં 171 દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ બાદ કોરોના પોઝીટીવ જોવા મળ્યો છે.

એ વાત સામે આવી હતી કે લેબોરેટરીમાં જે દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો તેમનામાંથી મોટા ભાગના દર્દીના શરીર પર ઓરી જેવી દેખાતી ફોલ્લીઓ જોવા મળી હતી. તેઓએ અવલોકન કર્યુ હતુ કે 22% જેવા દર્દીમાં આ ફેરફાર જોવા મળ્યો હતો અને તેમાંના મોટાભાગના દર્દીઓમાં કોરોના વાયરસના ચેપના મધ્યમ લક્ષણો જોવા મળ્યા હતા.

‘કોવિડ ટો’એ અન્ય એક નિશાની છે કે જેમાં ‘પર્નીયો’ જેવુ રીએક્શન આવે છે અને જેમાં ઠંડી હવા કે સપાટીનો સંપર્ક થવાથી પગના અંગૂઠા, તળીયા કે આંગળી પર લાલ અને જાંબલી ફોલ્લીઓ દેખાય છે. આ પ્રકારના લક્ષણો રજીસ્ટ્રીમાં આવેલા 18% દર્દીઓમાં જોવા મળ્યા હતા. આ યાદીમાં મોટાભાગના મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓ હતા.

ફ્રીમેને જણાવ્યુ હતુ કે, “લગભગ મોટા ભાગની ફોલ્લીઓ Covid-19 સમયે અથવા Covid-19ની અસર બાદ જોવા મળતી હોય છે જેમાં 12% ફોલ્લીઓ Covid-19ની પ્રસ્તુત નિશાની તરીકે સામે આવે છે.”

તેમણે જણાવ્યુ હતુ કે, “એ વાતની તકેદારી રાખવી ખુબ જરૂરી છે કે જો તમારા શરીર પર તમને આવી કોઈ ફોલ્લીઓ જોવા મળે અને જો તમને ખાતરી હોય કે તમને એ ફોલ્લી હોવાનું કોઈ અન્ય કારણ નથી તો તમારે તમારા હેલ્થ કેર પ્રોવાઇડર સાથે આ બાબતે અચુક ચર્ચા કરવી જોઈએ.”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.