ETV Bharat / bharat

ત્રિપુરાના સીએમ બિપ્લબ દેબે માફી માગી, પંજાબી-જાટ સમુદાય પર કરી હતી ટિપ્પણી

author img

By

Published : Jul 21, 2020, 4:27 PM IST

ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ દેબે પંજાબી અને જાટ સમુદાય અંગેના તેમના નિવેદન માટે માફી માગી છે. તેમણે કહ્યું કે," મેં એક કાર્યક્રમ દરમિયાન જે કંઇ કહ્યું તેમાં મારી ઇચ્છા કોઇ પણ સમુદાયના લોકોની સંવેદનાઓને ઠેસ પહોંચાડવાની ન હતી. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ છે, તો તેના માટે હું માફી માગુ છું."

બિપ્લબ દેબ
બિપ્લબ દેબ

અગરતલા: ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ દેબે પંજાબી અને જાટ સમુદાય અંગેના તેમના નિવેદન માટે માફી માગી છે. તેમણે કહ્યું કે," મેં એક કાર્યક્રમ દરમિયાન જે કંઇ કહ્યું તેમાં મારી ઇચ્છા કોઇ પણ સમુદાયના લોકોની સંવેદનાઓને ઠેસ પહોંચાડવાની ન હતી. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ છે, તો તેના માટે હું માફી માગુ છું."

તેમણે કહ્યું કે અગરતલા પ્રેસ ક્લબ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં" મેં મારા પંજાબી અને જાટ ભાઈઓ વિશે અમુક લોકો શું વિચારે છે તે વિચારસરણીનો ઉલ્લેખ કર્યો હતો. મારી ઇચ્છા કોઈ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નહોતી."

સીએમ બિપ્લબ કુમાર દેબે કહ્યું કે , "મને પંજાબી અને જાટ બંને સમુદાયો પર ગર્વ છે. હું ખુદ લાંબા સમયથી તેમની વચ્ચે છું. મારા ઘણા મિત્રો આ સમાજમાંથી આવે છે. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ છે, તો હું તેના માટે વ્યક્તિગત રૂપે માફી માગું છું."

બિપ્લબ દેબે કહ્યું કે, હું હંમેશાં દેશની આઝાદીની લડતમાં પંજાબી અને જાટ સમુદાયના ફાળાને સલામ કરું છું અને ભારતને આગળ વધારવામાં આ બંને સમુદાયોની ભૂમિકા અંગે સવાલ કરવાનો હું ક્યારેય વિચાર કરી શકતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.