નવી દિલ્હી : દિલ્હીમાં પંજાબ નેશનલ બેન્કની મહિલા કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવતા બેન્કને બંધ કરવાની ફરજ પડી હતી.
બેન્કની મહિલા કર્મચારી ડી બ્લોક જનકપુરી પંજાબ નેશનલ બેન્ક શાખા નાંગલ રાયમાં પેમેન્ટ કાઉન્ટર પર સતત લોકડાઉન દરમિયાન કામ કરી રહી હતી. તેમણે પોતનું કોરોના ટેસ્ટ કરાવ્યું હતું તો તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ સાથે અન્ય એક મહિલા કર્મચારીને કોરોના સંક્રિમિત મળી હતી. ઉચ્ચ અધિકારીઓને આ માહિતી મળતા ટૂંક સમયમાં બેન્ક બંધ કરવામાં આવી હતી.
જો કે, હાલ અન્ય મહિલાનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે.
રાજધાની દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને વધતી સંખ્યા સાથે હોસ્પિટલોમાં પથારીની જરૂરિયાતો પણ વધી રહી છે. આ અંગે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, 30 જૂન સુધીમાં અમને 15 હજાર પથારીની જરૂર પડશે, પરંતુ અમે ફક્ત 20 જૂન સુધીમાં તેને તૈયાર કરીશું. સત્યેન્દ્ર જૈને કહ્યું કે, બે અઠવાડિયામાં કોરોના કેસ બમણા થઈ શકે છે.
ઘણા દર્દીઓએ પથારીને લઇને પણ સવાલ કર્યા હતા. તેના જવાબમાં સત્યેન્દ્ર જૈને કહ્યું કે, 90 ખાનગી હોસ્પિટલો છે, તેમાંથી માત્ર 15-20 ભરેલી છે, બાકીના ખાલી છે. સત્યેન્દ્ર જૈને ખાસ કરીને વડીલોને પોતાની સંભાળ લેવાની અપીલ કરી છે, કારણ કે કોરોનાને કારણે થતાં મૃત્યુમાં સૌથી વધુ સામેલ છે.
ત્યારે આગાઉ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિર્ણય પર દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલે દિલ્હી હોસ્પિટલ્સમાં માત્ર દિલ્હીવાસીઓની સારવારને લઇને કેજરીવાલ સરકારે લીધેલા નિર્ણયને બદલી નાંખ્યો છે. નવા આદેશ મુજબ કોઇપણ વ્યક્તિ દિલ્હીની હોસ્પિટલ્સમાં સારવાર લઇ શકશે. દિલ્હીમાં વધતા જતાં કોરોના સંક્રમણના કેસ વચ્ચે કેજરીવાલ સરકારે રવિવારે નિર્ણય લીધો હતો કે, દિલ્હીની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં માત્ર દિલ્હીવાસીઓની જ સારવાર કરવામાં આવશે, જ્યારે કેન્દ્ર સરકારની હોસ્પિટલ્સમાં તમામની સારવાર લઇ શકશે.