જાણો કોણ છે આ 5 અલગાવવાદી નેતા?
મીરવાઈઝ ઉમર ફારૂક
ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ઉદારવાદી જૂથના ચેયરમેન મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂકના સંગઠનનું નામ આવામી એક્શન કમેટી છે. અવામી એક્શન કમેટીની શરૂઆત તેમના પિતા મીરવાઈઝ મૌલવી ફારૂકે કરી હતી, પરંતુ 21 મે, 1990માં આંતકીઓએ તેમની હત્યા કરી નાખી હતી. પિતાના મોત બાદ મીરવાઈઝને સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. વર્ષ 2005 બાદ તેમની સુરક્ષાને Z+માં વધારી દેવામાં આવી હતી, પરંતુ વર્ષ 2017માં એક DSPને રાષ્ટ્રવિરોધી હિંસક તત્વોએ મારી નાખ્યા હતા, જે બાદ તેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમ નેતાઓની લિસ્ટમાં સામેલ થઈ ચૂંક્યો છે.
અબ્દુલ ગની બટ
અબ્દુલ ગની બટ મુસ્લિમ કોન્ફરન્સ કશ્મીરનો અધ્યક્ષ છે. જ્યારે હુર્રિયત બે જૂથમાં વહેચાઈ તો મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂકના આગેવાનીવાળી ઉદારવાદી હુર્રિયત કોન્ફરન્સની સાથે રહ્યો હતો. હુર્રિયતના પ્રવક્તા પણ અબ્દુલ ગની બટ રહી ચૂક્યો છે. આતંકીઓએ તેના ભાઈની હત્યા કરી નાખી હતી. કાશ્મીર મુદ્દા પર વાતચીતના પક્ષમાં રહેલા બટને સરકારી સુરક્ષા માટે ચાર બોડીગાર્ડ આપવામાં આવ્યાં હતાં.
બિલાલ લોન
પિપુલ્સ કોન્ફરન્સના ચેયરમેન અને પૂર્વ સમાજ કલ્યાણ પ્રધાન સજ્જાદ ગની લોનના ભાઈ બિલાલા ગની લોન છે. બિલાલ ગનીના પિતા અબ્બુલ ગની લોને 1978માં પિપુલ્સ કોન્ફરન્સની સ્થાપના કરી હતી. બિલાલ મીરવાઈઝ મૌલવી ઉમર ફારૂકના નજીકના ગણવામાં આવે છે. પિપુલ્સ કોન્ફરન્સનું નામ બદલીને તેમણે જમ્મુ કાશ્મીર પિપુલ્સ ઈન્ડિપેન્ડ્ટ મુવમેન્ટ રાખ્યું છે. સુરક્ષા માટે સરકારે તેમણે આઠ પોલીસ અધિકારી અને એક સિક્યોરિટી વાહન આપ્યું હતું.
શબ્બીર શાહ
શબ્બીર શાહ કાશ્મીરના જૂના અલગાવવાદીઓમાં ગણવામાં આવે છે. શબ્બીર શાહે 1960ના દશકમાં છેલ્લામાં અલગાવવાદી સંગઠન યંગમેન લીગની સાથે પોતાના સફળની શરૂઆત કરી હતી. કાશ્મીરના નેલ્સન મંડેલા તરીકે ઓળખાય છે. શબ્બીર શાહ ઘણીવાર જેલ પણ જઈને આવ્યા છે. વર્ષ 2016માં કાશ્મીરમાં થયેલ હિંસક પ્રદર્શનો અને કાશ્મીરમાં આતંકી ફંડીગના કારણે તે તિહાડ જેલમાં બંધ છે. શબ્બીરને 4-6 પોલીસ અધિકારીઓની સાથે ગાડી પણ મળી હતી.
હાશિમ કુરૈશી
1984માં તિહાડમાં ફાંસી પર લટકાવવામાં આવેલ મકબૂલ બટના નજીતના હાશિમ કુરૈશી જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટના સંસ્થાપક સભ્યોમાંના એક છે. 1971માં તેમમે ઈન્ડિયન એરલાઈનના વિમાન ગંગાને પોતાના સાથીઓ સાથે હાઈજેક કરી લાહોર લેન્ડિગ કરવાવ્યું હતું. વર્ષ 1994માં તેણે જમ્મુ કાશ્મીર ડેમોક્રેટિક લિબરેશન પાર્ટીની સ્થાપના કરી હતી. કુરૈશી ઘણી વાર કાશ્મીરની આઝાદીની વકીલાત કરી ચૂંક્યો છે. પાકિસ્તાનમાં ઘણા સમય રહ્યા બાદ હોલેન્ડ ચાલી ગયો હતો. 2000ના દરમિયાન ભારત આવ્યો. તેમના ચાર સતાન છે. એક પુત્ર જુનૈદ કુરૈશી ઘણી વાર સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દા પર પોતાનો પક્ષ રાખતા જોવા મળે છે.