ETV Bharat / bharat

વેપાર ક્ષેત્રે નવા પરિમાણ સર્જી રહ્યા છે ભારત-સાઉદીના આર્થિક સંબંધો - relation between india and saudi arabia

ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહ જ સાઉદી અરબની પોતાની બીજી યાત્રા સંપન્ન કરી છે. પહેલી વખત તેઓએ 2016માં તેની મુલાકાત લીધી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બન્ને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ ઘનિષ્ઠ થયા છે. વરિષ્ઠ પત્રકાર પૂજા મહેરાએ આર્થિક બાબતો પર પોતાનો દ્રષ્ટિકોણ આપ્યો છે.

મોદીની સાઉદી અરબની મુલાકાત
author img

By

Published : Nov 5, 2019, 6:59 PM IST

ભારત પોતાની 80 ટકાથી વધુ ક્રુડ ઓઇલની જરૂરીઆતને પૂર્ણ કરવા માટે આયાત પર જ નિર્ભર છે, ત્યારે તે સ્થિર કિંમતો પર તેલની આયાત કરવા માટે કોઇ વિશ્વસનીય સ્રોતોની શોધમાં છે. સાઉદી અરબ આ યોજનામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. અમેરીકા તેલ માટે આત્મનિર્ભર થતું જઇ રહ્યું છે, જેના કારણે ભારત અને ચીન કાચા તેલના પ્રમુખ આયાતકાર બની રહેશે. 2018-19માં, સાઉદી અરબ એ ભારતને 403.3 લાખ ટન કાચુ તેલ વેંચ્યું હતું.

ઇરાક પછી સાઉદી અરબ ભારતનું સૌથી મોટુ આપૂર્તિકાર છે. લગભગ 18 ટકા કાચા તેલની આયાત ત્યાંથી થાય છે. અમેરીકા અને ચીન પછી ત્રીજો સૌથી મોટો ઉર્જાનો વપરાશકાર, ભારત દર મહીને સાઉદી અરબ પાસેથી લગભગ 200,000 ટન એલપીજી અને આવશ્યકતાના 32 ટકા ખરીદે છે. બે દિવસની મુલાકાત દરમિયાન જે સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામાં આવી છે, તે સંભવિત રીતે ભારત અને સાઉદી અરબના ઉર્જા સંબંધોને એક નવી ઉંચાઇઓ પર લઇ જશે. જે માત્ર તેલના ગ્રાહક-વેપારી સમીકરણથી આગળ રણનીતિક સહયોગી બની રહેશે.

અત્યાર સુધી સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ઑઇલ પર નિર્ભર રહી છે. હવે તેઓ અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છે છે. સાઉદી ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં રોકાણ કરીને પૈસા બનાવવા માગે છે. સાથે જ સાઉદીમાં ઘણાં પરિવર્તનો થઈ રહ્યાં છે, પ્રવાસનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને નવી કંપનીઓ ખોલાઈ રહી છે. વેપારની દૃષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપરાંત ભારત સાથે સાઉદી અરેબિયાનાં અન્ય હિતો પણ જોડાયેલાં છે. ભારત કૂટનીતિક રીતે ઑઇલ માટે રિઝર્વ બનાવી રહ્યું છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકના પડૂરમાં આ પ્રકારનું રિઝર્વ બની પણ રહ્યું છે. જેથી કટોકટીની સ્થિતિમાં અથવા અચાનક કિંમતો વધી જાય તો તેનો ઉપયોગ કરી શકે. આ યોજનામાં પણ સાઉદી અને યુએઈ મદદ કરી શકે છે. ભારતના મધ્યપ્રદેશમાં એક મોટું પેટ્રોકેમિકલ કૉમ્પલેક્સ બની રહ્યું છે, જેમાં સાઉદી અરેબિયા અને યુએઈનું મોટું યોગદાન છે.

અન્ય એક સમજૂતિ અંગર્ગત ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડનું પશ્ચિમ એકમ અને સાઉદી અરબની અલ ઝરી કંપની વચ્ચે સંયુક્ત ઉપક્રમે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં રાજ્યમાં ઇધણ સ્ટેશન સ્થાપિત કરવું પણ એક મુદ્દો હતો. સાઉદી અરબની રાષ્ટ્રીય તેલ કંપની, અરામકો અને સંયુક્ત અરબ અમીરાતની રાષ્ટ્રીય તેલ કંપની અબુ ધાબી નેશનલ ઑઇલ કંપની એ ભારતના મહારાષ્ટ્રના રાયગઢમાં એક રીફાઇનરી સ્થાપિત કરવાની યોજનામાં 50 ટકા ભાગીદારી માટે ભારતીય રાજ્ય દ્વારા સંચાલિત સંઘ સાથે એક ત્રિપક્ષીય સંધી કરી છે, જેમાં દર રોજની ઉત્પાદન ક્ષમતા 1.2 મિલિયન બેરલ આંકવામાં આવી રહી છે. આ યોજના દુનિયાની સૌથી મોટી ગ્રીનફીલ્ડ રીફાઇનરી બનવા જઇ રહી છે.

14 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો પર ડ્રોન હુમલો થયો હતો અને એ પછી ખાડીમાં તણાવ વધ્યો છે. તેના દૈનિક ઉત્પાદનના અડધા ભાગનો નાશ કરી વૈશ્વિક તેલ બજારને ગંભીર રીતે અસરગ્રસ્ત કરી દીધું હતું, તેમ છતાં સાઉદી અરબ પોતાના પ્રતિબદ્ધ રોકાણોની ભરપાઈ કરવા કટીબદ્ધ છે. તેલ અને તેલ ઉપરાંતના અન્ય દ્વિપક્ષીય વેપારમાં 2017-18માં તે 27.48 બિલિયન ડૉલર હતો, જેના કારણે સાઉદી અરબ ભારતનો ચોથો સૌથી મોટો વેપારિક ભાગીદાર દેશ હતો. તેલ ઉપરાંત પણ તેની સાથેના આર્થિક સંબંધો ઘનિષ્ઠ છે.

સાઉદી અરબમાં 26 લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જે દર વર્ષે લગભગ 1800 કરોડ રૂપિયાનું હુંડીયામણ રડી આપે છે. શ્રમ ઉપરાંત ત્યાં પૂંજી પ્રવાહનો અવકાશ પણ વિપુલ છે. રોકાણનું આકર્ષક રીટર્ન મેળવવાની આશા રાખનારા ધનાઢ્ય અને પેટ્રો-ડૉલર માટે ભારત વિકાસની સાથે જ ઉભરતી અર્થવ્યવસ્થા છે, જેમાં ધન લાભ સ્વાભાવિત છે. પોતાની હાલમાં જ પૂર્ણ થયેલી યાત્રા દરમિયાન, વડાપ્રધાન મોદીએ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ ફોરમ હેઠળ દાવોસ ઇન ધ ડેઝર્ટમાં મુખ્ય વક્તા તરીકે ભાષણ આપ્યું હતું. ત્યારે ભારત-સાઉદી અરેબિયા વચ્ચે ઉચ્ચ સ્તરની વ્યૂહાત્મક ભાગીદારીના સકારાત્મક પરિણામોની આશા દેખાઈ રહી છે.

પૂજા મહેરા દિલ્હીની એક વરિષ્ઠ પત્રકાર અને ધ લૉસ્ટ ડિકેડ (2008-18): હાઉ ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ડેવોલ્વડ ઇન ટુ ગ્રોથ વિધઆઉટ અ સ્ટોરીની લેખિકા છે.

Intro:Body:

puja mehra on indo-saudi economic relations

વેપાર ક્ષેત્રે નવા પરિમાણ સર્જી રહ્યા છે ભારત-સાઉદી આર્થિક સંબંધો

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ગત સપ્તાહ જ સાઉદી અરબની પોતાની બીજી યાત્રા સંપન્ન કરી છે. પહેલી વખત તેઓએ 2016માં તેની મુલાકાત લીધી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બન્ને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ ઘનિષ્ઠ થયા છે. વરિષ્ઠ પત્રકાર પૂજા મહેરાએ આર્થિક બાબતો પર પોતાનો દ્રષ્ટિકોણ આપ્યો છે. 

ભારત પોતાની 80 ટકાથી વધુ ક્રુડ ઓઇલની જરૂરીઆતને પુરી કરવા માટે આયાત પર જ નિર્ભર છે, ત્યારે તે સ્થિર કિંમતો પર તેલની આયાત કરવા માટે કોઇ વિશ્વસનીય સ્રોતોની શોધમાં છે. સાઉદી અરબ આ યોજનામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. અમેરીકા તેલ માટે આત્મનિર્ભર થતું જઇ રહ્યું છે, જેના કારણે ભારત અને ચીન કાચા તેલના પ્રમુખ આયાતકાર બની રહેશે. 2018-19માં, સાઉદી અરબ એ ભારતને 403.3 લાખ ટન કાચુ તેલ વેંચ્યું હતું.    

ઇરાક પછી સાઉદી અરબ ભારતનું સૌથી મોટુ આપૂર્તિકાર છે. લગભગ 18 ટકા કાચા તેલની આયાત ત્યાંથી થાય છે. અમેરીકા અને ચીન પછી ત્રીજો સૌથી મોટો ઉર્જાનો વપરાશકાર, ભારત દર મહીને સાઉદી અરબ પાસેથી લગભગ 200,000 ટન એલપીજી અને આવશ્યકતાના 32 ટકા ખરીદે છે. બે દિવસની મુલાકાત દરમિયાન જે સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામાં આવી છે, તે સંભવિત રીતે ભારત અને સાઉદી અરબના ઉર્જા સંબંધોને એક નવી ઉંચાઇઓ પર લઇ જશે. જે માત્ર તેલના ગ્રાહક-વેપારી સમીકરણથી આગળ રણનીતિક સહયોગી બની રહેશે. 

અત્યાર સુધી સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા ઑઇલ પર નિર્ભર રહી છે. હવે તેઓ અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવા ઇચ્છે છે. સાઉદી ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં રોકાણ કરીને પૈસા બનાવવા માગે છે. સાથે જ સાઉદીમાં ઘણાં પરિવર્તનો થઈ રહ્યાં છે, પ્રવાસનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે અને નવી કંપનીઓ ખોલાઈ રહી છે. વેપારની દૃષ્ટિએ જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપરાંત ભારત સાથે સાઉદી અરેબિયાનાં અન્ય હિતો પણ જોડાયેલાં છે. ભારત કૂટનીતિક રીતે ઑઇલ માટે રિઝર્વ બનાવી રહ્યું છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકના પડૂરમાં આ પ્રકારનું રિઝર્વ બની પણ રહ્યું છે. જેથી કટોકટીની સ્થિતિમાં અથવા અચાનક કિંમતો વધી જાય તો તેનો ઉપયોગ કરી શકે. આ યોજનામાં પણ સાઉદી અને યુએઈ મદદ કરી શકે છે. ભારતના મધ્યપ્રદેશમાં એક મોટું પેટ્રોકેમિકલ કૉમ્પલેક્સ બની રહ્યું છે, જેમાં સાઉદી અરેબિયા અને યુએઈનું મોટું યોગદાન છે.

અન્ય એક સમજૂતિ અંગર્ગત ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડનું પશ્ચિમ એકમ અને સાઉદી અરબની અલ ઝરી કંપની વચ્ચે સંયુક્ત ઉપક્રમે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં રાજ્યમાં ઇધણ સ્ટેશન સ્થાપિત કરવું પણ એક મુદ્દો હતો. સાઉદી અરબની રાષ્ટ્રીય તેલ કંપની, અરામકો અને સંયુક્ત અરબ અમીરાતની રાષ્ટ્રીય તેલ કંપની અબુ ધાબી નેશનલ ઑઇલ કંપની એ ભારતના મહારાષ્ટ્રના રાયગઢમાં એક રીફાઇનરી સ્થાપિત કરવાની યોજનામાં 50 ટકા ભાગીદારી માટે ભારતીય રાજ્ય દ્વારા સંચાલિત સંઘ સાથે એક ત્રિપક્ષીય સંધી કરી છે, જેમાં દર રોજની ઉત્પાદન ક્ષમતા 1.2 મિલિયન બેરલ આંકવામાં આવી રહી છે. આ યોજના દુનિયાની સૌથી મોટી ગ્રીનફીલ્ડ રીફાઇનરી બનવા જઇ રહી છે. 

14 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો પર ડ્રોન હુમલો થયો હતો અને એ પછી ખાડીમાં તણાવ વધ્યો છે. તેના દૈનિક ઉત્પાદનના અડધા ભાગનો નાશ કરી વૈશ્વિક તેલ બજારને ગંભીર રીતે અસરગ્રસ્ત કરી દીધું હતું, તેમ છતાં સાઉદી અરબ પોતાના પ્રતિબદ્ધ રોકાણોની ભરપાઈ કરવા કટીબદ્ધ છે. તેલ અને તેલ ઉપરાંતના અન્ય દ્વિપક્ષીય વેપારમાં 2017-18માં તે 27.48 બિલિયન ડૉલર હતો, જેના કારણે સાઉદી અરબ ભારતનો ચોથો સૌથી મોટો વેપારિક ભાગીદાર દેશ હતો. તેલ ઉપરાંત પણ તેની સાથેના આર્થિક સંબંધો ઘનિષ્ઠ છે. 

સાઉદી અરબમાં 26 લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જે દર વર્ષે લગભગ 1800 કરોડ રૂપિયાનું હુંડીયામણ રડી આપે છે. શ્રમ ઉપરાંત ત્યાં પૂંજી પ્રવાહનો અવકાશ પણ વિપુલ છે. રોકાણનું આકર્ષક રીટર્ન મેળવવાની આશા રાખનારા ધનાઢ્ય અને પેટ્રો-ડૉલર માટે ભારત વિકાસની સાથે જ ઉભરતી અર્થવ્યવસ્થા છે, જેમાં ધન લાભ સ્વાભાવિત છે. પોતાની હાલમાં જ પૂર્ણ થયેલી યાત્રા દરમિયાન, વડાપ્રધાન મોદીએ ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ ફોરમ હેઠળ દાવોસ ઇન ધ ડેઝર્ટમાં મુખ્ય વક્તા તરીકે ભાષણ આપ્યું હતું. ત્યારે ભારત-સાઉદી અરેબિયા વચ્ચે ઉચ્ચ સ્તરની વ્યૂહાત્મક ભાગીદારીના સકારાત્મક પરિણામોની આશા દેખાઈ રહી છે. 

પૂજા મહેરા દિલ્હીની એક વરિષ્ઠ પત્રકાર અને ધ લૉસ્ટ ડિકેડ (2008-18): હાઉ ધ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી ડેવોલ્વડ ઇન ટુ ગ્રોથ વિધઆઉટ અ સ્ટોરી ની લેખિકા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.