- ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે
- કૈલાશ વિજયવર્ગીયની ગાડી પર પથ્થરમારો થયો
- ભાજપનો તૃણમુલ કોંગ્રેસ પર આક્ષેપ
કોલકાતાઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને જેપી નડ્ડાની ગાડી પર પથ્થરમારો થયો હતો. જે કૃત્યનો આરોપ તૃણમુલ કોંગ્રેસ પર લગાવવામાં આવી રહ્યો છે.
વિજયવર્ગીયની કાર પર હુમલો
તમને જણાવી દઈએ કે, જેપી નડ્ડા સાંસદ અભિષેક બેનર્જીના સંસદીય મત વિસ્તાર, ડાયમંડ હાર્બરની મુલાકાત પર છે. રાજ્યના સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અને બંગાળના પ્રભારી અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ વિજયવર્ગીયાની કાર પર પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. ભાજપે આ ઘટના પાછળ રાજ્યની શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે.
દક્ષિણ 24 પરગણામાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષનો આરોપ છે કે ટીએમસી કાર્યકરોએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન ટીએમસી કાર્યકરોએ પથ્થરમારો પણ કર્યો હતો. સુરક્ષા એજન્સીઓએ જેપી નડ્ડાના કાફલાને સલામત રીતે બહાર કાઢયો હતો.
ભાજપનો તૃણમુલ કોંગ્રેસ પર આક્ષેપ
આ અગાઉ ભાજપે દાવો કર્યો હતો કે ટીએમસીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાતના થોડા કલાકો અગાઉ ભાજપના શહેર પ્રમુખ સુરજીત હલદાર ઉપર હુમલો કર્યો હતો. ભાજપનો આરોપ છે કે જ્યારે ભાજપના કાર્યકરો જેપી નડ્ડાને આવકારવા ધ્વજ-પોસ્ટરો લગાવી રહ્યા હતા, ત્યારે ટીએમસીના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.