ETV Bharat / bharat

નાગરિકતા સંશોધન બિલની આગ ઉત્તરપ્રદેશમાં ભભૂકી, મઉમાં કર્ફયુ જાહેર

લખનઉ : સંશોધિત નાગરિકતા કાયદા વિરૂદ્ધ ઉત્તર પ્રદેશના અલીગઢ યૂનિવર્સિટી અને લખનઉના નદવા કોલેજ બાદ મઉમાં પણ લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મઉ જિલ્લાના દક્ષિણ ટોલા વિસ્તારમાં લોકોએ સોમવારના રોજ હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસ જ્યારે તેમને રોકવા ગઈ ત્યારે વિવાદ વધી ગયો અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ભીડે હુમલો કરી દીધો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે.

નાગરિકતા સંશોધન બિલની આગ ઉત્તરપ્રદેશ સુધી પહોંચી

author img

By

Published : Dec 16, 2019, 11:24 PM IST

સુત્રો મુજબ જિલ્લાના દક્ષિણ ટોલા વિસ્તારના મિર્ઝા હાજીપુરા ચોક પર સ્થાનિક લોકો સંશોધિત નાગરિકતા કાયદાને લઇ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા. મિર્ઝાહાદીપુરા ચોક બાઈક સહિત અન્ય લોકોના વાહનોને આગ લગાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા યુવકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ અને આંસુગેસની મદદથી યુવાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સાથે જ પોલીસે કર્ફ્યુ લાગુ કરવાની ચેતવણી આપીને લોકોને તેમના ઘરમાં જતા રહેવા સૂચના આપી હતી.

સાંજે 5 કલાકે દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એક્ઠા થઈ ગયા અને જોત-જોતામાં જ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. પોલીસે ગેટ બંધ કર્યો તો ટોળાએ પોલીસ સ્ટેશનની દિવાલ તોડી નાખી અને અંદર ઘુસી ગઈ. ટોળા દ્વારા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી અને હથિયાર લૂંટવાનો પ્રયાસ પણ કરાયો. પરિસ્થિતિ બગડતાં પોલીસે હવામાં ગોળીબાર કરીને ટોળાને ભગાડ્યું હતું.

Intro:Body:

લખનઉ : સંશોધિત નાગરિકતા કાયદા વિરૂદ્ધ ઉત્તર પ્રદેશના અલીગઢ યૂનિવર્સિટી અને લખનઉના નદવા કોલેજ બાદ મઉમાં પણ લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.મઉ જિલ્લાના દક્ષિણ ટોલા વિસ્તારમાં લોકોએ સોમવારના રોજ હિંસક પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.પોલીસ જ્યારે તેમને રોકવા ગઈ ત્યારે વિવાદ વધી ગયો અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ભીડે હુમલો કરી દીધો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવ્યો છે.

સુત્રો મુજબ જિલ્લાના દક્ષિણ ટોલા વિસ્તારના મિર્ઝા હાજીપુરા ચોક પર સ્થાનિક લોકો સંશોધિત નાગરિકતા કાયદાને લઇ ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા.મિર્જાહાદીપુરા ચોક બાઈક સહિત અન્ય લોકોના વાહનોને આગ લગાડવામાં આવી હતી. પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા યુવકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પહેલા લાઠીચાર્જ અને અશ્રુગેસના સેલ છોડીને યુવાનોને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. સાથે જ પોલીસે કર્ફ્યુ લાગુ કરવાની ચેતવણી આપીને લોકોને તેમના ઘરમાં જતા રહેવા સુચના આપી હતી.

સાંજે 5 કલાકે દક્ષિણ ટોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો એક્ઠા થઈ ગયા અને જોત-જોતામાં જ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. પોલીસે ગેટ બંધ કર્યો તો ટોળાએ પોલીસ સ્ટેશનની દિવાલ તોડી નાખી અને અંદર ઘુસી ગઈ. ટોળા દ્વારા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી અને હથિયાર લૂંટવાનો પ્રયાસ પણ કરાયો. પરિસ્થિતિ બગડતાં પોલીસે હવામાં ગોળીબાર કરીને ટોળાને ભગાડ્યું હતું.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.