આ સમગ્ર મુદ્દાને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાને કહ્યું કે, ભાજપ સરકાર રાજ્યોને બિલનું સમર્થન કરવા દબાવ ન કરી શકે. આ મુદ્દે વધુમાં કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે, તે કોઇ પણ સંજોગોમાં બિલને રાજ્યમાં પરવાનગી નહી આપે.
મમતા બેનર્જીએ આ મુદ્દાને લઇને અસમ અને પૂર્વોતરમાં થયેલા હિંસક પ્રદર્શન વચ્ચે કહ્યું કે, આ સમગ્ર આંદોલન વચ્ચે અને કાયદા વ્યવસ્થાની ખરાબી વચ્ચે ભાજપની કેન્દ્ર સરકાર જવાબદાર છે.
ઉલ્લેખનિય છે કે, નાગરિકતા સંસશોધન બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર થયા બાદ તેને મંજૂર કરી દેવામાં આવ્યું હતું. જેનો અસમના કેટલાક જિલ્લાઓમાં ભારે માત્રામાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા ગુવાહાટીમાં આ વિરોધને પગલે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આગ ચંપીઓ લગાવી ભારે માત્રામાં મિલ્કતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેના પગલે કર્ફ્યુ લાદી દેવાના આદેશ આપવામાં આવ્યા હતાં. આ વચ્ચે 48 કલાક સુધી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.
આ વચ્ચે મળતી માહિતી મુજબ અસમના ગુવાહાટીમાં સવારના 9થી 4 કલાક સુધીમાં કર્ફ્યુમાં પણ ઢીલ કરવામાં આવી હતી. જેને લઇને લોકોમાં મહદ અંશે રાહત મળી છે.