અમેરિકાના આ પગલાને લઈ હવે ચીન અને અમેરિકા આમને સામને આવી ગયા છે. અહીં એ પણ જાણવું જરૂરી છે કે, ચીને થોડા સમય પહેલા જ ગ્લોબલ આતંકી જાહેર કરવાને લઈ આડા હાથ કર્યા હતા. ત્યાર બાદ હવે અમેરિકા સીધું સંયુક્ત રાષ્ટ્રમાં જ પહોંચી ગયું છે જ્યાં તેણે આ ખુંખાર આતંકી પર પ્રતિબંધ લગાવાની વાત પર જીદે ચડ્યા છે.
કાશ્મીરમાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશ દ્વારા આત્મઘાતી હુમલો કરી 40 જવાનો શહીદ કર્યા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. આ પ્રસ્તાવમાં એવું પણ જણાવ્યું છે કે, અઝહરને અલ કાયદા તથા ઈસ્લામિક સ્ટેટ પ્રતિબંધોની યાદીમાં રાખવામાં આવ્યો છે. હજું એ નક્કી નથી થયું કે, આ પ્રસ્તાવ પર મતદાન ક્યારે થશે. આ સંયક્ત રાષ્ટ્ર પરિષદમાં પાંચ સ્થાયી સભ્યોમાં બ્રિટેન, ફ્રાંસ, રૂસ, અમેરિકા અને ચીન સામેલ છે.