રાયપુર: અજિત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યપ્રધાન હતા. બોલવાની કળામાં નિષ્ણાત એવા અજિતે નવેમ્બર 2000 થી ડિસેમ્બર 2003 સુધી રાજ્યની કમાન સંભાળી હતી. જોગી રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા ઉપરાંત સંસદના બંને ગૃહોના સભ્ય હતા.
અજિત જોગીએ પોતાની મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી 1968 માં ગોલ્ડ મેડલથી ભોપાલની મૌલાના આઝાદ કોલેજ ટેકનોલોજીથી પૂર્ણ કરી હતી. ગ્રેજ્યુએશન દરમિયાન, તે મૌલાના આઝાદ કોલેજ ઓફ ટેકનોલોજી સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
અજિત જોગીએ 1986 માં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી, જ્યારે તે અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ત્યારબાદ તેમને કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. 1998 સુધી તેમણે સતત બે વાર ઉપલા ગૃહમાં સેવા આપી.
- 1987 માં, તેઓ મધ્ય પ્રદેશની પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિયુક્ત થયા. આ સાથે તે રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ (મધ્ય પ્રદેશ) ના અધ્યક્ષ હતા.
- 1989 માં, કોંગ્રેસે તેમને મણિપુર રાજ્યના મત વિસ્તારોમાંથી લોકસભાની ચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂક કરી. તેમણે મધ્ય પ્રદેશના પૂર્વ આદિજાતિ વિસ્તારમાં 1500 કિમીનું અંતર કાપ્યું હતું અને સામાન્ય જાગૃતિ ફેલાવવા માટે કોંગ્રેસ પાર્ટીને ટેકો આપ્યો હતો.
- 1995 માં સિક્કિમ વિધાનસભાની ચૂંટણી દરમિયાન, તેઓ કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમાયા હતા.
- 1996 માં એઆઈસીસી કોર ગ્રુપના સભ્ય હતા. બાદમાં તેઓ સંસદમાં કોંગ્રેસ પાર્ટીની કારોબારી સમિતિના સભ્ય બન્યા.
- 2018 માં, છત્તીસગઢના પહેલા સીએમ તરીકે અજિત જોગીએ બસપા અને સીપીઆઇ સાથે મળીને તેમની નવી પાર્ટી જનતા કોંગ્રેસ છત્તીસગઢની રચના કરીને ચૂંટણી લડી હતી.
- 1986-87 સદસ્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ પરની અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં (A.I.C.C) પદ સંભાળ્યું હતું.
- 1986-98 દરમિયાન બે વખત રાજ્યસભાના સભ્ય હતા.
- 1987-89 સુધી તેઓ મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી હતા.
- 1998 માં 12 મી લોકસભા માટે ચૂંટાયા.
- 1998-2000ના છત્તીસગઢના પ્રભારી અને મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ
- 2000-2003 સુધી છત્તીસગઢના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા.
- 2004- 14 મી લોકસભામાં ફરીથી ચૂંટાયા (બીજી વખત)
- અજીત જોગીએ 'The Role of District Collector' અને 'Administration of Peripheral Areas', "મોર માંદર કે થાપ", "સ્વર્ણ કણ જન", "સદી કે મોડ પર" નામની પુસ્તકો લખી હતી.
- અજીત જોગી મોલાના આઝાદ કોલેજ ઓફ ટેક્નોલોજી,ભોપાલથી મેકેનિકલ ઇન્જીનિયરમાં સ્વર્ણ પદક વિજેતા હતા.
- જોગી 181-85માં ઇન્દોરમાં કલેક્ટર હતા.
- વર્ષ 2004માં એક કાર દુર્ઘટનામાં તેમણે પોતાના બન્ને પગ ખોયા હતા.