લખનઉ ખાતે કોંગ્રેસ મુખ્યાલય ખાતે પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. માનવામાં આવી રહ્યું છે કે, લખનઉમાં રોડ-શો કરી પ્રિયંકા 2019ના લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરશે. જો કે આ પહેલા પ્રિયંકા 10 ફેબ્રુઆરીનો રોજ લખનઉ ખાતે આવવાની હતી, પરંતું રાહુલના નિવાસ સ્થાન પર યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, પ્રિયંકા મિશન UPનો પ્રારંભ 11 ફેબ્રુઆરીથી કરશે. જો કે 10 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભ મેળામાં ડુબકી લગાવવાની હતી, પરંતુ આ વિગતની સત્તાવાર જાહેરાત થઇ નથી.
મંગળવારના રોજ પ્રિયંકાએ ઔપચારિક રૂપે કોંગ્રેસની પહેલી બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા સિવાય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના મહાસચિવ તરીકે પદગ્રહણ કર્યા બાદ રાહુલ સાથે પ્રિયંકાએ પહેલાવાર UP બેઠક માટેની રણનીતિ ઘડી હતી. પ્રિયંકાના આવવાથી પાર્ટીમાં નવી સ્ફુર્તિ મળી છે. કાર્યકર્તાઓમાં પણ જોશ આવી ગયો છે. બધાને આશા છે કે, ભાઇ-બહેનની જોડી મળીને ફરીથી દિલ્હીમાં પોતાની સરકાર બનાવશે.
આ બેઠક પહેલા પ્રિયંકા રાહુલના ઘરની પાછળના ભાગે આવેલી સ્લમ વિસ્તાર એવા ઝુગ્ગી ખાતે એક દિવ્યાંગ બાળકને મળવા પહોંચી હતી. આ મુલાકાત દરમિયાન પ્રિયંકાએ બાળકને વાયદો આપ્યો છે કે, તે સંભવીત તમામ પ્રકારે તેમને મદદ કરશે, ત્યારે પ્રિયંકાએ અચાનક લીધેલી મુલાકાત દ્વારા તમામ લોકોને અચંબામાં મુકી દીધા હતા. આમ, પ્રિયંકાનો નવીન અવતાર જોવા મળ્યો હતો, તો પ્રિયંકા પોતાની માતા તથા ભાઇના સંસદીય ક્ષેત્ર એવા અમેઠી અને રાયબરેલીમાં જ્યારે પણ તે જાય છે, તે સામાન્ય લોકોની જેમ જ લોકો સાથે વાત કરે છે. પ્રિયંકાનો આ સ્વભાવ જ તેને લોકોથી અલગ બનાવે છે. જેથી હંમેશા લોકો પ્રિયંકામાં દાદી ઇન્દિરાને જોતા હોય છે.