કાયદાની એક વિદ્યાર્થીનીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેના બાદ 23 વર્ષીય વિદ્યાર્થીનીની 5 કરોડ રુપિયા માગવાના આરોપમાં વિશેષ તપાસ દળ (SIT) એ બુધવારના રોજ ધરપકડ કરી હતી. તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
![chinmayanand case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4590619_priyanka.png)
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'લગભગ એક વર્ષ પહેલા શાહજહાંપુરના કેટલાયે વહિવટી અધિકારી ચિન્મયાનંદની આરતી ઉતારતા દેખાયા. તેમજ આ ઘટના અખબારોમાં પણ છપાઈ'
કોંગ્રેસ મહાસચિવે લખ્યું કે, 'દુષ્કર્મ પીડિતા દ્વારા આપવીતી જણાવવાં છતાં દુષ્કર્મના કેસની નોંધણી ન કરાઈ, કેમ થાય ? જ્યારે સમગ્ર વિભાગ તેને ભેટીને તેમનો બચાવ કરી રહ્યો હતો'
ચિન્મયાનંદ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ચિન્મયાનંદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (સી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.