પ્રિયંકાએ એક ટ્વિટ કરી લખ્યુ હતું કે, "જહાં ડાલ ડાલ પર સોને કી ચિ઼ડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા. હમારે સંસ્થાન હમારી શાન હૈ યે હી હમારી સોને કી ચિડિયા હૈ."
પ્રિયંકાએ દાવો કર્યો હતો કે "ભાજપે દેશ બચાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ કામ તો ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓને તકલાદી કરી તેને વહેંચવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ છે."
ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાન નિર્મલા સિતારમણે શનિવારે કહ્યું હતું કે સરકાર માર્ચ 2020 સુધીમાં દેશની સરકારી એર લાઈન એયર ઈન્ડિયા અને ઓઇલ માર્કેટિંગ કંપની ભારત પેટ્રોલિયમ લિમિટેડને વહેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેશે.
જો આ બન્ને કંપનીઓ સરકાર વહેંચે તો આ વર્ષે સરકારી ખજાનામાં એક લાખ કરોડ રૂપિયા આવવાની શક્યતા છે.