દરેક પાર્ટીઓમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. આજે પ્રતાપગઢથી પ્રિયંકા ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતાં. તેમણે અહીં જનસભાને સંબોધન કરતા કહ્યું કે, મોદી જેવા એક દમ કાયર અને કમજોર વડાપ્રધાન મેં મારી જીંદગીમાં જોયા નથી.
પ્રિયંકાએ કહ્યું કે, રાજનીતિક તાકાત પ્રચાર કરવાથી નથી આવતી ન તો ટીવી પર દેખાવાથી આવે છે. રાજનીતિક તાકાત તે હોય છે જેમાં જનતા સૌથી મોટી છે. જનતાની વાત સાંભળવી, તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો, આલોચના સાંભળવાની શક્તિ, વિપક્ષી પાર્ટીઓની વાત સાંભળવાની તાકાત તેમની પાસે હોવી જોઈએ.