દિલ્હીના બાવાના વિસ્તારમાં કોંગ્રેસની જાહેર આક્રોશ સભા હતી, બાવાનાના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમારની જીભ લપસી હતી. કોંગ્રેસ દિલ્હી પ્રદેશ પ્રમુખ સુભાષ ચોપરા પણ મંચ પર ઉપસ્થિત હતા, માઇક પર પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર કુમારે સુત્રોચ્ચાર કરાવી રહ્યા હતા. તે સમયે તેમને અને પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રિયંકા ચોપરા જિંદાબાદના નારા લગાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રકુમાર પોતાની ભૂલનો અહેસાસ થતા તેમને માફી માગી હતી, જે બાદ પ્રિયંકા ગાંધી જિંદાબાદનો સૂત્રોચ્ચારવામાં આવ્યો હતો. પરંતુ તેમણે પાતાની ભૂલ સુધારે ત્યા સુધીમાં તો આ ઘટના કેમેરામાં કેદ થઈ ચુકી હતી. હાલ આ ઘટનાનો વીડિયા વાયરલ બન્યો છે.
પ્રિયંકા ચોપરા જિંદાબાદનો સૂત્રોચ્ચાર કેમેરામાં કેદ થયા બાદ સમગ્ર દિલ્હીમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ વિશે હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.