ETV Bharat / bharat

ખાનગી હવાઈમથક સંચાલકોનો આગ્રહ, કર્મચારીઓને પ્રાથમિક ધોરણે આપવામાં આવે વેક્સિન - કોવિડ-19 વેક્સિનેશન

ખાનગી હવાઈમથક જણાવ્યું છે કે ભારતીય હવાઈમથકો પર કામ કરતાં કર્મચારીઓ જાન્યુઆરી 2020માં મહામારીનાં શરૂઆતનાં દિવસોથી જ ફ્રન્ટલાઈન વોરિઅર રહ્યાં છે. આથી તેમને પણ પ્રાથમિક ધોરણે વેક્સિન આપવામાં આવે.

ખાનગી હવાઈમથક
ખાનગી હવાઈમથક
author img

By

Published : Jan 21, 2021, 4:57 PM IST

  • એપીઓએ લખ્યો સ્વાસ્થ્ય પ્રધાનને પત્ર
  • હવાઈમથકોના સભ્યોને વેક્સિનમાં મળવી જોઈએ પ્રાથમિકતા : એપીઓ
  • હવાઈ કર્મચારીઓ મહામારીની શરૂઆતથી જ રહ્યા છે ફ્રન્ટલાઈન વોરિયર

નવી દિલ્હી: અસોસિએશન ઓફ પ્રાઈવેટ એરપૉર્ટ ઓપરેટર્સ (એપીએઓ)એ બુધવારનાં રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કહ્યું કે તે કોવિડ-19 વેક્સિનેશન અભિયાનમાં દરેક હવાઈમથક કર્મચારીઓનો પ્રાથમિકતાની યાદીમાં સમાવેશ કરે. કારણ કે તેઓ દેશભરાના હવાઈમથકો પર ચોવીસ કલાક ફરજ બજાવતા હોય છે.

એપીએઓના મહાસચિવ સત્યન નાયરે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધનને લખેલા પત્રમાં કહ્યું કે, "એપીઓ તરફથી વિનંતી છે કે, મહેરબાની કરી દરેક હવાઈમથકોના સભ્યોને મંત્રાલયની કોવિડ-19 વેક્સિનેશન અભિયાનની યાદીમાં પ્રાથમિકતા આપવામાં આવે."

હવાઈ કર્મચારીઓએ મહામારીમાં પણ કર્યુ જવાબદારીનું પાલન

પત્રમાં લખ્યુ છે કે, દેશભરનાં હવાઈમથકોનાં કર્મચારી મહામારી દરમિયાન પોતાની જવાબદારીઓનું પાલન કરતા આવ્યા છે, ઉપરાંત તેમણે સંક્રમણના ગંભીર જોખમોનો પણ સામનો કર્યો છે સાથે જ સમાજમાં વ્યાપક ગભરાટને જોતા સામાજીક અસ્થિરતાનો પણ સામનો કર્યો છે.

60% યાત્રી, 70% માલપરિવહનું સંચાલન

એપીઓમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા મુખ્ય ઉડ્ડયન ગેટ-વેનું સંચાલન કરનારી ફર્મ્સનો સમાવેશ થાય છે. એપીઓ હવાઈમથકો 60 ટકાથી વધુ યાત્રી પરિવહન અને 70 ટકાથી વધુ માલપરિવહનું સંચાલન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.