વડાપ્રધાન મોદીએ ભારતીય લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યારે ફ્રાંન્સે ફૂટબોલ વિશ્વ કપ જીત્યો ત્યારે ભારતમાં પણ જશ્નનો માહોલ હતો.તેમણે અહીં ભારત અને ફ્રાન્સની મિત્રતાની વાત કરી હતી. આ મેમોરિયલ ભારત અને ફ્રાન્સની મિત્રતાનું પ્રતિક છે.
વધુમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મોટા ભાગે નેતાઓ વચન આપી ભૂલી જતાં હોય છે, પણ હું એમા નથી આવતો. મેં કહ્યું હતું કે, ભારત આશાઓ અને આકાંક્ષાઓ લઈ લાંબી સફર પર નિકળવાનો છે. 130 કરોડ ભારતીયના સામૂહિક પ્રયાસોથી આગળ વધી રહ્યા છે.
ભારતમાં પોતાની બીજી ટર્મની સરકાર બન્યા બાદ મોદી સરકારે જે રીતે સંસદ અને સડક પર કામ કરી બતાવ્યું છે, તેના વખાણ કર્યા હતાં. સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા હતાં તેની વાત વડાપ્રધાન મોદીએ અહીં કરી હતી.
વડાપ્રધાન મોદીએ અહીં ફ્રાન્સ અને ભારત વચ્ચે થયેલા કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે અહીં Social Infra, Technical Infra, Space Infra , Digital Infra, Defence Infraના કરાર વિશેનો પણ ઉલ્લેખ કરતા હર્ષની લાગણી અનુભવી હતી.