ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના રાજકીય ઉદ્દેશ્યોના ખાતાવહીમાં દર્શન થાય છે? - bjp on budget

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખાતાવહી ૨૦૨૦-૨૧ ખાતાવહી પાછળના ઉદ્દેશ્યો નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક ઉત્તેજનોની પાછળ વધુ પડતું જોર નહીં લગાવીને દર્શાવ્યા છે. સુધારા તરફી લોકો ઈચ્છતા હતા કે વડા પ્રધાન ખચકાયા વગર જો અત્યારે નિર્ણયો નહીં લઈ શકે તો ક્યારેય નહીં લઈ શકે ત્યારે નિર્મલા સીતારમણે મોટા સુધારાઓ કે ‘સપનાનું બજેટ’ આપવાની લાલચમાં આવવાનું ટાળ્યું છે.

Prime Minister Modi's political objectives are reflected in the budget?

author img

By

Published : Feb 2, 2020, 5:01 PM IST

લાંબા ગાળાના મૂડી ફાયદા વેરા (એલટીસીજી ટેક્સ)ને નાબૂદ નહીં કરવા જેવા કોઈ મોટા ઉત્તેજન પેકેજના અભાવે સૅન્સેક્સમાં નિરાશા જોવા મળી રહી છે. પરંતુ જે લોકો મોદીને જાણે છે તેઓ કહે છે કે તેઓ કોઈને અનુસરવા કરતાં ખાસ દિશાવાળાં પગલાંને અથવા નરસિંહરાવે ૧૯૯૧માં જે કર્યું તેના કરતાં વધુ કરવાનું પસંદ કરે છે.

નિશ્ચિતપણે, જે લોકો કરમુક્તિ પસંદ કરે છે તેમના માટે નીચા આવક વેરા સ્તરને જન્મ આપીને રૂ. ૪૦,૦૦૦ કરોડની મહેસૂલ આવક ગુમાવીને સરકારના ભાગે એક ઈચ્છા દેખાય છે. ભારતમાં આંતરમાળખા ક્ષેત્રમાં તેમના મૂડીરોકાણ માટે સાર્વભૌમ સંપત્તિ ભંડોળ માટે ૧૦૦ ટકા કરમુક્તિ આપવાની દરખાસ્તની પણ તૈયારી છે.

કરમુક્તિ ઉપરાંત, મોદી સરકાર આંતરમાળખાની પરિયોજનાઓ પર પરિણામ માગતા વિદેશી કે ભારતના મૂડીરોકાણકારોને આકર્ષવા ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટૅક્સ નાબૂદ કરીને મોદી સરકાર વધુ રૂ. ૨૨,૦૦૦ કરોડ ગુમાવવા પણ તૈયાર છે.

સરકારને આશા છે કે આનાથી વિશ્વ કક્ષાનું આંતરમાળખું બનાવવા માટે જરૂરી જંગી મૂડીરોકાણ ભારતને મળશે, કદાચ આવનારાં ચાર વર્ષોમાં એક ટ્રિલિયન ડૉલરથી વધુ હોઈ શકે છે.

દંડ અને વ્યાજને જતું કરીને પ્રત્યક્ષ વેરા સંબંધિત ૪,૯૦,૦૦૦ કરતાં વધુ કાનૂની કેસો ઘટાડવા ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના દાખલ કરીને પણ વેરા રાહત આપવામાં આવી છે.

પરંતુ ખાતાવહી માટે મથાળાં એ હતા કે વ્યક્તિગત કરદાતાઓને રાહત મળી અને આવક વેરાના કાયદા સરળ બનાવાયા.

ખાતાવહીમાં નવા અને સરળીકૃત આવક વેરા પ્રશાસન લાવવા દરખાસ્ત છે જેમાં આવકવેરા દરો એ વ્યક્તિગત કરદાતાઓ માટે નોંધપાત્ર ઘટાડાયેલા હશે જે ચોક્કસ કપાત અને મુક્તિઓ જતી કરશે.

ખાતવહીમાં લગભગ ૭૦ જેટલી વિવિધ પ્રકારની (૧૦૦થી વધુ) મુક્તિઓ અને કપાતો પ્રવર્તે છે જેને દૂર કરવા દરખાસ્ત કરાઈ છે.

કર પ્રણાલિને વધુ સરળ બનાવવા અને વેરા દરોને નીચા કરવાના હેતુથી બાકીની મુક્તિઓ અને કપાતોની આવનારાં વર્ષોમાં સમીક્ષા કરવામાં આવશે.

પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કરદાતાઓનું નવું ઘોષણાપત્ર દાખલ કરવાની વાત છે. મધ્યમ વર્ગના થાપણકારો જેઓ બૅન્કનાં કૌભાંડોમાં ઊછાળા દ્વારા ભયભીત છે તેમના માટે, થાપણ વીમા અને ધિરાણ બાંયધરી નિગમ (ડીઆઈસીજીસી)ને એક થાપણકાર માટે થાપણ વીમા આવરણ રૂ. ૧ લાખથી વધારી રૂ. પાંચ લાખ કરવાની છૂટ અપાઈ છે.

જેમ મોદી ઈચ્છતા હતા તેમ, સીતારમણની ખાતાવહી, આવનારા મહિનાઓમાં અંતતઃ અને આશાજનક રીતે તેજી આવી શકે તેવાં પસંદગીનાં ક્ષેત્રોમાં જંગી ફાળવણી વિશે વધુ છે.

સીતારમણે ખાતાવહી રજૂ કરી અને સૅન્સેક્સમાં કડાકો બોલ્યો તેના કલાકો પછી મોદીએ ખાતાવહીને ‘સબ કા સાથ’ ખાતાવહી વર્ણવતાં કહ્યું કે તેમાં વિઝન પણ છે અને ઍક્શન પણ છે.

વડા પ્રધાને એ બાબત પર ભાર મૂક્યો હતો કે ખાતાવહીમાં જાહેર કરાયેલા નવા સુધારાઓ અર્થતંત્રને વેગ આપશે, દેશના દરેક નાગરિકને આર્થિક રીતે સશક્ત બનાવશે અને આ દાયકામાં અર્થતંત્રના પાયા મજબૂત કરશે.

વડા પ્રધાનનું મન ગ્રામીણ ભારતમાં છે તે વાત એના પરથી સ્પષ્ટ બને છે કે ખાતાવહીમાં એ દર્શાવાયું કે સિંચાઈ માટે અને ગ્રામીણ અર્થતંત્રનાં અન્ય પાસાંઓ પર જંગી ખર્ચ કરીને વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના લક્ષ્ય બાબતે તે કેટલી ચિંતિત છે.

સ્વાભાવિક જ, ખાતાવહી સ્ટાર્ટ અપને ઉત્તેજન આપીને દેશમાં યુવાનોને નવી ઊર્જા આપવાનો પ્રયાસ કરી રહી છે. મોદીના ટીકાકારોએ જે સર્જાનાર છે તે નોકરીઓની ચોક્કસ સંખ્યા પર સ્પષ્ટ ન રહેવા માટે ખાતાવહી પર પ્રશ્ન ઊઠાવ્યા છે.

પરંતુ મોદી અને સીતારમણ બંનેએ એ સ્પષ્ટ કર્યું છે કે “રોજગારીનાં મુખ્ય ક્ષેત્રો કૃષિ, આંતરમાળખું, કાપડ અને ટૅક્નૉલૉજી છે. રોજગારી સૃજન વધારવા માટે થઈને, આ ચાર ક્ષેત્રોને આ ખાતાવહીમાં ઘણું બળ આપવામાં આવ્યું છે.” ઉડાન યોજનાને ટેકો આપવા વર્ષ ૨૦૨૪ સુધીમાં ૧૦૦ વધુ વિમાનમથકો અને પીપીપી નમૂનાના આધારે ૧૫૦ પેસેન્જર ટ્રેનના સંચાલનની જાહેરાત સાથે આંતરમાળખાને ઉત્તેજન મળ્યું છે.

જ્યારે સીતારમણે એમ કહ્યું કે “આપણા વડા પ્રધાને તમામ નાગરિકો વતી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય તરીકે જીવવાનું સરળ બનાવવાનું રાખ્યું છે.” ત્યારે તેમણે મોદીના રાજકીય હેતુઓની રીતે પ્રાથમિકતાવાળા વિસ્તારો રાખ્યા. આ હેતુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ. ૧૫ લાખ કરોડનાં કૃષિ ધિરાણ લક્ષ્યાંકો તરીકે, બગડી જતી ચીજો માટે અખંડ રાષ્ટ્રીય શીત પૂરવઠા શ્રૃંખલા માટે ‘કિસાન રેલ’ અને ‘કૃષિ ઉડાન’ યોજનાઓ અને એકલા ચાલી શકે તેવા સૌર પંપો સ્થાપવા માટે ખેડૂતોને રૂ. ૨૦ લાખ આપવાની યોજના પીએમ-કુસુમનું વિસ્તરણ કરવા જેવી ખેડૂત લક્ષી પહેલો દ્વારા પ્રાપ્ત કરાયો છે.

મોદી ખાતાવહીમાં કરાયેલી નવી રાષ્ટ્રીય ભરતી સંસ્થા (એનઆરએ)ની ઘોષણા અંગે ખૂબ જ ઉત્સાહિત છે જે સરકારમાં ગૌણ શ્રેણીનાં પદોની ભરતીની પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવાનું વચન આપે છે. “સરકારી નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષાઓ લેવાના બદલે, રાષ્ટ્રીય ભરતી સંસ્થા દ્વારા માત્ર એક જ પરીક્ષા ઑનલાઇન લેવામાં આવશે,” તે બાબત પ્રત્યે તેમણે ધ્યાન આકર્ષિત કર્યું હતું.
જ્યારે સીતારમણે કહ્યું કે ખાતાવહી ત્રણ અગ્રણી વિષય આસપાસ કેન્દ્રિત છે ત્યારે તેઓ વડા પ્રધાનનો પડઘો પાડી રહ્યા હતા જેઓ “આકાંક્ષી ભારત’માં માને છે, જેના વિશે તેઓ એમ માને છે કે તે મજબૂત રાજકીય સૂત્ર છે.

મોદી મુજબ, આકાંક્ષી ભારત એ છે જેમાં સમાજના તમામ વર્ગો જીવવાનાં વધુ સારાં ધોરણો માગે છે, આરોગ્યકાળજી, શિક્ષણ અને સારી નોકરીઓ મળે તેમ ઈચ્છે છે. ભ્રષ્ટાચાર મુક્ત, નીતિ સંચાલિત સુશાસન અને સ્વચ્છ તેમજ મજબૂત આર્થિક ક્ષેત્ર દ્વારા ખાતાવહીના ત્રણ વ્યાપક વિષયોને સાથે જોડી રખાયા છે.

સ્થાનિક મેન્યૂફૅક્ચરિંગને ઉત્તેજન આપવા માટે, સરકારે ભારતમાં બનાવાતી ચીજો માટે સરકારે કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો અને નિકાસ પર પ્રતિબંધ મૂક્યો જેથી ચીન જેવા દેશોમાંથી ઠાલવાતી સસ્તી ચીજોના કારણે એકમોને બંધ થતાં બચાવી શકાય. આનાથી અન્ય દેશો ભારતને રક્ષણાત્મકની ઉપાધિ આપી શકવાનું જોખમ છે પરંતુ ભારતીય વેપારમાં તાજગી લાવવા કોઈ કિંમત મોટી નથી.

લેખક - શેખર અય્યર

Intro:Body:

blank

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.