ETV Bharat / bharat

ભારત મિત્રતા નિભાવતા જાણે છે તો યોગ્ય જવાબ આપતા પણ જાણે છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 કલાકે રેડિયો પર "મન કી બાત" દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કરે છે.

author img

By

Published : Jun 28, 2020, 7:19 AM IST

Updated : Jun 28, 2020, 12:33 PM IST

Prime Minister Modi
Prime Minister Modi

નવી દિલ્હી: કોરોનાને કારણે દેશમાં લાગુ અનલોક-1 વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે ફરી એકવખત મન કી બાત કરી હતી. આ વડાપ્રધાનના 'મન કી બાત' રોડિયો કાર્યક્રમનો 66મો એપિસોડ હતો. આ પહેલા પણ પીએમ મોદી તેમના સંબોધનમાં કોવિડ-19ની પરિસ્થતિ અંગે વાત કરી ચૂક્યા છે.

PM મોદીએ સવારે 11 કલાકે 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. દેશમાં કોરોના સંકટ અને અનલોક-1 વચ્ચે વડાપ્રધાન મોદી સતત દેશવાસીઓ સાથે વાત કરી હતી.

પીએમની મન કી બાતના મુખ્ય અંશ

  • ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે સાથે યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે
  • કોરોના સંકટમાં દેશ લૉકડાઉનથી બહાર આવ્યો છે. હવે આપણે અનલૉકમાં છીએ. અનલૉકમાં આપણે 2 વાતો પર ફોક્સ કરવાનું છે. કોરોનાને હરાવવો અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી.
  • ભારતનો સંકલ્પ છે ભારતના સ્વાભિમાન અને સંપ્રુભતાની રક્ષા. આત્મનિર્ભર ભારત. ભારતની પરંપરા છે ભરોસો. મિત્રતા ભારતનો ભાવ છે. આપણે એ આદેશો સાથે જ આગળ વધતા રહીશું.
  • આત્મનિર્ભર ભારતની દિશામાં એક નાગરિક તરીકે આપણે સૌ સંકલ્પ, સમર્પણ અને સહયોગ ખુબ જરુરી છે. આપણે દરેક પ્રયાસ એ દિશામાં હોવો જોઈએ. જેનાથી સરહદની રક્ષા માટે દેશની તાકત વધે. દેશ વધુ સક્ષમ બન. દેશ આત્મનિર્ભર બને. આ આપણી શહિદોને સાચી શ્રદ્ધાંજલિ હશે.
  • ભારત માતાની રક્ષા માટે જે સંકલ્પથી આપણા જવાનોએ બલિદાન આપ્યું છે. તે સંકલ્પને આપણે જીવનનો ધ્યેય બનાવવાનો છે. દરેક દેશવાસીઓએ સંકલ્પ બનાવવાનો છે. બિહારના શહીદ કુંદન કુમારના પિતાના શબ્દો કાનમાં સંભળાય છે. તે કહેતા હતા કે, તેમના પૌત્રને પણ દેશની રક્ષા માટે સેનામાં મોકલીશ. આ હિંમત દરેક શહીદના પરિવારની છે.
  • લદ્દાખમાં ભારતની ધરતી પર આંખ ઉઠાવનારાને જડબાતોડ જવાબ મળ્યો છે. ભારત મિત્રતા નિભાવવાનું જાણે છે અને આંખમાં આંખ મિલાવીને પડકારનો જવાબ આપવાનું પણ જાણે છે.
  • ભારતે જે રીતે મુશ્કેલીના સમયમાં દુનિયાની મદદ કરી તો આજે શાંતિ અને વિકાસમાં ભારતની ભૂમિકાને વધુ મજબુત બનાવી છે. દર વર્ષે ભારત નવો લક્ષ્ય પ્રાપ્ત કરશે નવી ઉડાન ભરશે. નવી ઉંચાઈને આંબશે. મને પુરો વિશ્વાસ છે. 130 કરોડ દેશવાસિયોની શક્તિ પર વિશ્વાસ છે. આ દેશની મહાન પરંપરા છે.
  • પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે, કેટલાક દિવસો પહેલા દેશના પૂર્વી વિસ્તારમાં ચક્રવાતી વાવાઝોડુ આવ્યું તો પશ્ચિમમાં ચક્રવાત નિર્સગ આવ્યું, કેટલાક રાજ્યોમાં આપણા ખેડૂત ભાઈઓ-બહેનો તીડના હુમલાથી પરેશાન છે. કેટલાક ભાગોમાં ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
  • આ બધી જ મુશ્કેલીઓ વચ્ચે આપણા કેટલાક પડોશી દ્વારા જે થઈ રહ્યું છે, દેશ આ પડકારનો સમાનો કરી રહ્યો છે. ખરેખર આટલી હોનારત ખુબ ઓછી જોવા અને સાંભળવા મળે છે. ભારતે ઈતિહાસમાં અનેક હોનારત પર જીત મેળવી છે અને આ વખતે પણ મેળવશે.

Last Updated : Jun 28, 2020, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.