નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફરી એકવાર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ આર્થિક પેકેજ અંગે વધુ જાણકારી આપી હતી.
- કુલ 20 લાખ કરોડ રૂપિયાનું છે આર્થિક પેકેજ
- સતત ત્રીજા દિવસે નાણાપ્રધાન રજૂ કરી રહ્યા છે આર્થિક પેકેજ
- આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેર થાય છે આર્થિક પેકેજ
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે આર્થિક પેકેજ પાર્ટ-3
- નાના અને સીમાન્ત ખેડૂતો પાસે 85 ટકા ખેતી છે
- દુષ્કાળ અને લીલો દુષ્કાળ છતાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે
- ભારત દૂધ, જ્યૂટ અને દાળોનો સૌથી મોટો ઉત્પાદક દેશ
- લૉક ડાઉનમાં પણ ખેડૂતો ખેતરમાં કામ રહી રહ્યા હતા
- કૃષિ ક્ષેત્રમા અમે 11 મુદ્દા રજૂ કરીશું
- શેરડીના ઉત્પાદનમાં વિશ્વમાં આપણે બીજા નંબરે છીએ
- દેશની મોટી વસ્તી ખેતીવાડી પર નિર્ભર છે
- ખેડૂતોના કલ્યાણ માટે આપણે અનેક પગલા ભર્યા છે
- કિશાન ક્રેડિટ કાર્ડથી ખેડૂતોને ફાયદો થયો છે.
- પાક વીમા યોજનાથી ખેડૂતોને લાભ થયો છે
- ભાારતમાં 65 ટકા ખેતીવાડી ચોમાસા પર નિર્ભર હોય છે
- લૉકડાઉનમાં દૂધની ડિમાન્ડ 20થી 25 ટકા ઘટી છે
- લૉકડાઉનમાં MSP પર કૃષિ ઉત્પાદનોની રૂ. 74,300 કરોડની ખરીદી કરી છે
- બે મહિનામાં ખેડૂતોને 18,700 કરોડ રૂપિયા આપ્યા છે
- અમે 1,00,000 કરોડની ફાળવણીએ કરીએ છે
- જેમાં કોલ્ડ ચેઈન, સ્ટોરેજ, મુલ્ય સંવર્ધન માટે ખર્ચાશે
- આ 1,00,000 કરોડ કૃષિ ઈન્ફ્રા માટે વપરાશે
- ઓર્ગેનિક, હર્બલ ઉત્પાદકોને વૈશ્વિક બનાવીશું
- આ પગલાથી ખેડૂતની આવકમાં વધારો થશે
- સ્થાનિક ઉત્પાદનોનું વૈશ્વિક લેવલે બ્રાન્ડિંગ થશે
- પીએમ મોદીએ કહ્યું હતું કે લોકલ માટે વોકલ
- કલસ્ટરરલ ઝોન માટે 10,000 કરોડ
- માઈક્રો ફુડ એન્ટરપ્રાઈઝ માટે 10,000 કરોડની યોજના લવાશે
- પાંચ વર્ષમાં 70 લાખ માછલીની નિકાસ
- માછીમારો અને નાવનો વીમો થશે
- મત્સ્ય સંપદા યોદના માટે 20,000 કરોડ
- માછલી પાલનમાં 55 લાખ લોકોને રોજગારી મળશે
- તમામ પશુઓનું રસીકરણ કરાશે, 13,000થી વધુ કરોડનો ખર્ચ થશે
- ભારત સૌથી વધુ પશુધન ધરાવતો દેશ છે
- પાંચ વર્ષમાં 70 લાખ માછલીઓનું ઉત્પાદન વધશે
- પશુપાલન ઉદ્યોગ માટે 15,000 કરોડ
- મધમાખી પાલન માટે 500 કરોડની યોજના જાહેર કરી
- બે લાખ મધમાખી પાલનકર્તાઓને ફાયદો થશે
- ગંગા કિનારે 800 હેકટર જમીન પર હર્બલ પ્રોડક્ટસ માટે કોરિડોર બનાવાશે
- સપ્લાય ચેઈનને સુધારવા માટે 500 કરોડ
- આવશ્યક વસ્તુ અધિનિયમમાં ફેરફાર કરાશે
- NMPBને 4000 કરોડ અપાશે
- ઓપરેશન ગ્રીન ઝોનનો વિસ્તાર કરાશે, ટામેટા, ડુંગળી અને બટાટા સિવાય બાકીના તમામ ફળ અને શાકભાજી માટે વિસ્તાર કરાશે
- એગ્રીકલ્ટર માર્કેટિંગમાં સુધારા કરાશે, પહેલા ખેડૂતોને ફકત એપીએમસીને વેચવા પડતા હતા, પણ હવે આ મજબૂરી સમાપ્ત કરાશે
- તેનાથી ખેડૂતોને સારી કીમત મળશે
- ખેડૂતો માટે સુવિધાજનક કાયદાકીય માળખુ બનાવ્યું છે, તે મહત્વનું પગલું ગણાયું છે, તેનાથી ખેડૂતોની આવક વધી શકે