વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે હવે માત્ર 35 દિવસ બાકી રહ્યાં છે. 30 સપ્ટેમ્બરે યોજાયેલી પહેલી ડિબેટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન સામે સામે આવ્યાં છે. 3 નવેમ્બરના રોજ થનારી ચૂંટણીમાં જનમત નક્કી કરવામાં આ ડિબેટને મહત્વની માનવામાં આવે છે.
અમેરિકામાં પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડન વચ્ચે સ્વાસ્થ્યને લઈ ચર્ચા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા કોરોના વાઈરસ સામે લડવા અને તેને અટકાવવાં અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને બાઈડને એક-બીજા સાથે હેન્ડશેક પણ કર્યું નહોતું.
સુપ્રીમ કોર્ટમાં જજ એમી બૈરેટની નિમણુંક પર ટ્રમ્પે કહ્યું કે, આ નિર્ણય સાચો છે, આપણે ચૂંટણી જીતી છે.
બાઈડને ક્હ્યું કે, ટ્રમ્પે રિપબ્લિકન વિચારધારા ધરાવનારા જજની નિમણુંક કરી છે.
કોરોના વાઈરસ પર ગંભીર ચર્ચા
ટ્રમ્પે કહ્યું કે લોકડાઉનને કારમે અર્થવ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે. લોકો નથી ઈચ્છતાં હવે વધારે પ્રતિબંધો લાગે. વધુમાં તેમણે ઉમેર્યું કે, લોકડાઉન દરમિયાન દરેક લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં હતા અને માસ્ક પણ પહેરતાં હતાં, તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરતાં હતાં. જેનો મતલબ છે કે, તેઓ આ મહામારીને લઈને જાગૃત છે અને પોતાની કાળજી રાખીને જ બહાર નિકળે છે.
કોરોના વાઈરસ અંગે વાત કરતાં બાઈડને કહ્યું કે, મોતના આકંડા છુપાવવામાં આવી રહ્યાં છે. ટ્રમ્પની તમામ નીતિઓ નિષ્ફળ રહી છે. જ્યારે તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા, ચીન અને ભારત જેવા દેશોમાં મોતના આંકડા છુપાવવામાં આવે છે.
માસ્ક અંગે થઈ તીખી ચર્ચા
બાઈડને કહ્યં કે અમેરિકામાં બે લાખ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે, અને એક ટ્રમ્પ છે જે માસ્ક પહેરવા પર પણ મજાક ઉડાવે છે.
જેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું બાઈડની જેમ માસ્ક નથી પહેરતો પરંતુ 200 ફુટનું અંતર રાખું છું એનાથી મોટું માસ્ક શું હોય.