ફ્રાંન્સના રાષ્ટ્રપતિ એમન્યુઅલ મેક્રોએ કહ્યું કે ભારત અને પાકિસ્તાને મળીને કાશ્મીરનો મુદ્દો ઉકેલવો જોઈએ અને કોઈ પણ તૃતીય પક્ષને આ ક્ષેત્રમાં દખલગીરી ન કરવી જોઈએ અને ભડકાવવું ન જોઈએ. મેક્રોએ વડાપ્રધાન મોદી સાથે આમને-સામને કરેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વાતચીત બાદ પ્રેસ નિવેદનમાં રાષ્ટ્રપતિ મેક્રોએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર અંગે ભારતે લીધેલા તાજેતરના નિર્ણયથી તેમને માહિતગાર કર્યા અને તેવુ પણ જણાવ્યું કે આ ભારતના ગૌરવ સાથે જોડાયેલું છે.
મેક્રોએ વધુમાં જણાવ્યું કે, " ભારત અને પાકિસ્તાને આ મુદ્દાનું સમાધાન કરવું જોઇએ, અને કોઇ ત્રીજી વ્યક્તિએ આ બાબતમાં દખલગીરી ન કરવી જોઇએ."