નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલને આજે મંજૂરી આપી દીધી છે.
લોકસભા આ ખરડો પસાર કરી ચૂકી છે. આમ, આ બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે અનેરાષ્ટ્રપતિએ કૃષિ બિલને મંજૂરી આપી દીધી છે. જો કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રપતિને બિલ પર સહી ન કરવા અપીલ કરી હતી.
આ બિલોને સંસદમાં પસાર થવાને લઇને વિપક્ષના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ તેમને મંજૂરી આપી છે.
ગેઝેટની સૂચના મુજબ રાષ્ટ્રપતિએ ત્રણ બીલને મંજૂરી આપી. આ બિલ છે-
- ખેડુત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ, 2020
- ખેડુત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ, 2020
- આવશ્યક કોમોડિટીઝ (સુધારો) બિલ, 2020.
આ પહેલા રાજ્યસભાએ રવિવારે વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે બે મોટા કૃષિ બિલ પસાર કર્યા હતા.