બિહાર: બિહારના દરભંગા જિલ્લાભરમાં પૂરનો કેર છે, ત્યારે બિહારમાં પૂર અને ભારે વરસાદના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે. ભારે વરસાદ તેનું પ્રચંડ સ્વરુપ દેખાડી રહ્યું છે. બિહારમાં પૂરના પ્રકોપથી સરકારી વ્યવસ્થાની પણ પોલ ખુલી જોવા મળી રહી છે. કેટલીક પંચાયત અને કેટલાક ગામોમાં પણ પાણી ભરાયા છે, પરંતુ હોડીની વ્યવસ્થા કરવામાં આવી નથી.
હનુમાનનગરના મહનોલી ગામમાં જ્યાં લોકો રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યાં હતાં, ત્યારે ગામમાં એક એવો પરિવાર હતો. જે સરકારી વ્યવસ્થા પણ આક્રમક થયો હતો. મહનોલી ગામમાં લલિતેશ્વર સિંહની પત્ની ગર્ભવતી છે. તેમના ગર્ભવતીના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. લલિતશ્વેર સિંહની પત્ની અર્ચના દેવીને પ્રસવ પીડા શરુ થઈ હતી. જેથી હોડીની વ્યવસ્થા ન હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. આસપાસના લોકોએ એનડીઆરએફની ટીમ અને કંટ્રોલ રુમને ફોન કરી સુચના આપી હતી.
સમગ્ર સૂચના મળ્યા બાદ એનડીઆરએફની ટીમ પીડિત પરિવારની મદદે આવી હતી, પરંતુ હોડી રસ્તામાં ખરાબ થઈ જતા બીજી મોટરબોટ મંગાવી ગર્ભવતી મહિલાને રેસ્કયૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચવામાં 4 કલાકનો સમય લાગતા મહિલા બેભાન થઈ ગઈ હતી. પીડિતના પતિએ જણાવ્યું કે, મોટરબોટ ખરાબ થવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરકારે આટલું પૂર આવવા છતાં એક હોડીની પણ વ્યવસ્થા કરી નથી. મુસીબતના સમયમાં એમડીઆરએફની ટીમ દેવદૂત બની રાહત આપી હતી.
એમડીઆરએફ ટીમના હેડ કોન્સટે્બલ અમરસિંહે જણાવ્યું કે, અમને સૂચના મળતા જ ટીમને રેસ્ક્યૂ કરવા મોકલી હતી, પરંતુ મોટરબોટ રસ્તામાં જ ખરાબ થઈ જતા મહિલાને રેસ્ક્યૂ કરી સહી સલામત રીતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.