નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમાર સાથે થયેલા મતભેદોને લઇ ખુલાસો કર્યો હતો. તેઓએ કારણ જણાવતા કહ્યું કે, ગાંધી અને ગોડસેની વિચારધારાને લઈ અમારા બંને વચ્ચે મતભેદો સર્જાયા હતાં.
વધુમાં જણાવતા પ્રશાંત કિશોરે કહ્યું કે, ગાધી અને ગોડસે સાથે ચાલી શકતા નથી. પટનામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પ્રશાંત કિશોરે કહ્યું કે, મારો અને નીતિશજીનો સંબંધ રાજકીય નહોતો. નીતિશ કુમાર મને પુત્ર માનતા હતાં. નીતિશ કુમારના નિર્ણયનો હું દિલથી સ્વાગત કરૂ છું.
આ તકે પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો હતો કે, નીતિશ કુમાર જે ગોડસેની વિચારધારાને માને છે, પરંતુ ગાંધી અને ગોડસેને એક સાથે જોઈ શકેતો માટે મતભેદ છે.