પુડ્ડુચેરી: પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદીએ ગુરુવારે જણાવ્યું કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એક દિવસ પહેલા જ રાજભવનના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો જે બાદ કિરણ બેદીએ પણ પોતાનો કોરોનો ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જે બાદ જણાવવામાં આવ્યું હતું કે, ઉપ રાજ્યપાલની કચેરીના તમામ લોકો સંક્રમણ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરશે અને સંક્રમિતના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવશે. જે બાદ કિરણ બેદીએ કહ્યું હતું કે, "અમે કોઇ પણ પ્રકારની બેદરકારી કરવા નથી માગતા. તેથી જ મેં તપાસ કરાવી હતી."
રાજ ભવનના કર્મચારીને ચેપ લાગ્યો હોવાથી રાજભવનને 48 કલાક સુધી બંધ રાખવામાં આવ્યું હતું. બુધવારે ઈન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના ડોકટરો અને અન્ય આરોગ્યની ટીમે ઉપરાજ્યપાલ અને અન્ય કર્મચારીઓના સેમ્પલ એકત્રિત કર્યા હતા.