પશ્ચિમ ત્રિપુરા જિલ્લાના અધિકારીએ જણાવ્યું હતું કે, સાંજે પાંચ વાગ્યા સુધીમાં 79 ટકા મતદારોએ મતદાન કર્યું છે. છેલ્લે છેલ્લે મતદાન વધવાની શક્યતા સાથે તેમણે જણાવ્યું હતું કે, સાંજના સમયે લોકોની લાંબી ભીડ લાઈન દેખાઈ હતી, તેથી આ ટકાવારીમાં હજી વધારો થવાની શક્યતા છે. અહીં મતદાન દરમિયાન કોઈ પણ અનિશ્ચનિય ઘટના ઘટી નથી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ તરફથી મળેલી અમુક નાની ફરિયાદો પર ધ્યાન આપી તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવામાં આવશે.
ત્રિપુરાની આ સીટ પર ચતુષ્કોણીય ટક્કરમાં ભાજપમાંથી મિમી મજૂમદાર, વિપક્ષી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી બુલ્ટી વિશ્વાસ, કોંગ્રેસમાંથી રતન ચંદ્ર દાસ, એસયુસીઆઈમાંથી મૃદુલ કાંતિ સરકાર મેદાનમાં છે.
આ સીટ અનામત સીટ છે. આ સીટ પર પેટા ચૂંટણી એટલા માટે યોજવામાં આવી હતી કે, અહીં ભાજપના ચાલું ધારાસભ્ય દિલિપ સરકારનું અવસાન થતાં આ સીટ પર મતદાન કરાવાની ફરજ ઊભી થઈ હતી.
પાંચ વખત કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા સરકાર 2017માં ભાજપમાં જોડાઈ ગયા હતા. જેમનું લાંબી બિમારીમાં એક એપ્રિલના રોજ નિધન થયું હતું.