જયપુર: રાજસ્થાનના કરૌલી જિલ્લામાં પૂજારીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંદિરના પૂજારીને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે જયપુરની સવાઈ માધો સિંહ હોસ્પિટલમાં નિધન થયું હતું. પૂજારીના મોત બાદ ગુસ્સે ભરાયેલા તેના પરિજનો અને અનેક સામાજિક સંસ્થાઓ હોસ્પિટલની બહાર ધરણા પર બેઠા હતા. ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ અને સંગઠનોએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
ગ્રામજનોએ પ્રશાસન પાસે મૃતકના પરિજનો માટે આર્થિક સહાયની માંગ કરી છે. ગ્રામજનો પૂજારીના પરિવારને 50 લાખ રૂપિયા અને આશ્રિતને નોકરી આપવાની માંગ કરી રહ્યા છે.
આ મામલે ઇટીવી ભારતે પોલીસ અધિક્ષક મૃદુલ કચ્છવા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓને પકડવા પોલીસની 6 ટીમ બનાવવામાં આવી છે.
ઈટીવી ભારતની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતકના પરિજનો સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન તેના પરિજન પણ વ્યથિત જણાયા હતા. ગામ લોકો ગભરાટના કારણે કંઇ બોલવા તૈયાર ન હતા. જ્યારે ઇટીવી ભારતની ટીમે પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે, 'અમે સુરક્ષિત નથી'.
ઉલ્લેખનીય છે કે, મંદિરના જમીન વિવાદમાં ગત બુધવારે મંદિરના પૂજારી બાબુલાલ વૈષ્ણવને કેટલાક અતિક્રમણકારોએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. બાદમાં સારવાર દરમિયાન પૂજારીનું મોત થયું હતું.
ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ટ્વીટ લખીને લખ્યું કે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યમાં કોઈ પણ સુરક્ષિત નથી. સાથે જ તેમણે સપોટરામાં થયેલી આ ઘટનાની નિંદા કરી અને કહ્યું કે, રાજ્યમાં અપરાધનો ગ્રાફ સતત વધઈ રહ્યો છે.
સીએમ અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, કરૌલીમાં બાબુલાલ વૈષ્ણવની હત્યા અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને નિંદાત્મક ઘટના છે. આવા કૃત્યને સંસ્કારી સમાજમાં કોઈ સ્થાન નથી.
- વિવિધ સંગઠનોના અધિકારીઓએ કર્યો વિરોધ...
પૂજારીને પેટ્રોલ છાંટીને સળગાવવાના મામલે બ્રાહ્મણ સમાજ સહિત ભાજપ અને અન્ય વિવિધ સંગઠનોએ ઘટનાનો વિરોધ કર્યો છે.
- ઈટીવી ભારતે ઘટનાની સૌથી પહેલા નોંધ લીધી...
આ ઘટનાને ઈટીવી ભારતે દર્શઆવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી કરી મુખ્ય આરોપીની આજે એટલે કે શુક્રવારે ધરપકડ કરી છે.
- શું છે સમગ્ર ઘટના...?
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં પૂજારીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મંદિરના પૂજારીને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે જયપુરની સવાઈ માધો સિંહ હોસ્પિટલમાં નિધન થયું હતું. પૂજારીના મોત બાદ ગુસ્સે ભરાયેલા તેના પરિજનો અને અનેક સામાજિક સંસ્થાઓ હોસ્પિટલની બહાર ધરણા પર બેઠા હતા. ઘટના અંગે રાજ્યના પૂર્વ સીએમ વસુંધરા રાજે સહિત અનેક નેતાઓ અને સંગઠનોએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંદિરના જમીન વિવાદમાં ગત બુધવારે મંદિરના પૂજારી બાબુલાલ વૈષ્ણવને કેટલાક અતિક્રમણકારોએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો. બાદમાં સારવાર દરમિયાન પૂજારીનું મોત થયું હતું.