અગાઉ ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષી દળોએ એક વાર ફરી EVM પર સવાલ કર્યા છે. મંગળવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂની આવેગાનીમાં 21 પાર્ટીઓના નેતા ચૂંટણી પંચને EVMમાં છેડછાડને લઈને ફરીયાદ કરશે.
આ મુદ્દા પર ETV ભારતના રાજકિય વિશ્લેષક શશિધર પાઠક સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં હારની સંભાવના હોવાના કારણે વિપક્ષી પાર્ટીઓ EVMમાં છેડછાડની વાત કરી રહી છે. પાઠકે EVMમાં છેડછાડની વાતની ઈનકાર પણ નથી કર્યો. પાઠકે કહ્યું કે, EVMમાં મોટા પ્રમાણમાં છેડછાડની વાત સામે આવી છે. તેમણે કહ્યું કે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ સરકારની વિરૂદ્ધ એકજૂટ થાય છે તો આ સ્વસ્થ લોકશાહીનો ભાગ છે.