નવી દિલ્હી: પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવે થોડા દિવસો પહેલા તમામ જિલ્લા ડીસીપી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ કરી હતી. આ મીટીંગમાં તેઓને કહેવામાં આવ્યું હતું કે, કોરોનાના સમયમાં પોલીસ સ્ટેશન આવતા ફરિયાદીને બહારથી પરત મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક ફરિયાદીઓમાં રોષ છે કે, વરિષ્ઠ અધિકારીઓ તેમની વાત સાંભળી રહ્યા નથી. આ સમસ્યાનું સમાધાન કરવું જરૂરી છે.
આ મીટિંગમાં પોલીસ કમિશ્નર એસ.એન. શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં વીડિયો કોન્ફરન્સિંગ રૂમ બનાવવો જોઈએ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ રૂમમાં આવતા ફરિયાદોને જિલ્લાના ડીસીપી સાંભળી શકશે. એટલું જ નહીં, જિલ્લાના તમામ પોલીસ મથકોના SHO પણ અહીં સ્થાપિત વિડીયો કોન્ફરન્સિંગ સિસ્ટમથી કનેક્ટ થશે,જેથી જો કોઈ ફરિયાદી તેમના પોલીસ સ્ટેશન આવે તો તેઓ તેને સાંભળી શકે છે. પોલીસ કમિશ્નરે તમામ જિલ્લાના ડીસીપીને તેમના જિલ્લામાં આ વીડિયો કોન્ફરન્સિંગ રૂમ તાત્કાલિક ધોરણે બનાવવા સૂચના આપી છે.
લોકોની ફરિયાદો સાંભળવા અને તેમની સમસ્યા હલ કરવા માટે, દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનોમાં સિંગલ વિંડો સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. તાજેતરમાં, કમલા માર્કેટ પોલીસ સ્ટેશનથી તેની શરૂઆત કરવામાં આવી છે. અહીં લોકોની 9 પ્રકારની સમસ્યાઓનું સમાધાન ફક્ત સિંગલ વિંડો પર ઉપલબ્ધ થશે. કોરોના સંક્રમણને કારણે લોકો પહેલાની જેમ પોલીસ સ્ટેશનમાં આવતા નથી. કારણ કે, ઘણા પોલીસ કર્મીઓને કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.