હિમાચલ પ્રદેશ / કુલ્લૂ : 3જી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ ટનલનું ઉદ્ધાટન કરવા લાહૌલ અને મનાલી આવી રહ્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે પ્રદેશ સરકાર અને પ્રશાસન તૈયારીઓમાં લાગ્યું છે. તેમની સુરક્ષાને લઈ ગુપ્તચર વિભાગ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.
પોલીસ પ્રમુખ સંજય કુંડે કહ્યું કે, વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ કમી રહેશે નહીં, તેમણે કહ્યું કે, નૉર્મના હિસાબથી જે સુરક્ષા કરવામાં આવે છે,તેનાથી વધુ વયવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ્લૂ પોલીસ પ્રશાસ પણ અલર્ટ પર છે. ડીજીપી સંજય કુંડૂેએ કહ્યું કે,સુરક્ષાને દ્રષ્ટિએ પોલીસ જવાનો ભારી માત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે.
એસપીએ કહ્યું કે, વડાપ્રધાન 3જી ઓક્ટોમ્બરના પ્રવાસને લઈ સુરક્ષા જાળવવા 8 મુદ્દાઓ પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી કે, કુલ્લુ-મનાલી વિસ્તારમાં કોઈ ડ્રોનનો ઉપયોગ ન કરે.
કુલ્લુ, મનાલી, સોલંગનાલા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પેરાગ્લાઇડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સિવાય કોઈ પણ પર્યટકને મનાલીની ઉપર જવા દેવામાં આવશે નહીં.