ETV Bharat / bharat

CAA વિરોધી પ્રદર્શન સામે પોલીસની કાર્યવાહી - નાગરિક

1977માં ભારત સરકારે નેશનલ પોલીસ કમિશનની રચના કરી હતી. પોલીસની કાર્યવાહીમાં સુધારા માટે પંચ રચાયું હતું. 1979થી 1981 દરમિયાન પંચે આઠ અહેવાલો રજૂ કર્યા હતા, જેમાં મૉડલ પોલીસ એક્ટનો પણ સમાવેશ થતો હતો.

CAA વિરોધી પ્રદર્શન સામે પોલીસની કાર્યવાહી

author img

By

Published : Mar 17, 2020, 7:48 AM IST

ન્યૂઝડેસ્ક : અહેવાલ માં કરાયેલી ભલામણ પ્રમાણે પોલીસને નાગરિકો, કાનૂન અને તંત્રને જવાબદાર બનાવવાવી જરૂરી છે. ભલામણ કર્યાને આટલા વર્ષો થઈ ગયા તે પછીય આટલા વર્ષો પછીય પોલીસ દળમાં આ પ્રકારનો અભિગમ હજીય જોવા મળતો નથી. પોલીસ પાસે અપેક્ષા હોય છે કે તે સામાજિક સલામતી પૂરી પાડે, પણ તેના બદલે દેશની લોકશાહીના મૂળિયામાં જ તે ઘા કરતી હોય તેવું લાગે છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ ટીકા કરી છે કે પોલીસમાં ગુનાહિત માનસિકતા જોઈને આઘાત લાગે તેવું છે. દિલ્હીમાં હાલમાં જ બનેલા બનાવોથી ફરી એકવાર તે વાત સામે આવી ગઈ છે કે પોલીસની બદનક્ષી કરતાં આવા નિરીક્ષણો અદાલતે કરવા પડ્યા તેના માટે તે લાયક જ છે.

CAAના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન રાજધાનીમાં કમનસીબે જે રમખાણો થયા ત્યારે ઘણા લોકોએ પોલીસને મદદ માટે ફોન કર્યા હતા. પોતાના મકાનો અને દુકાનો બાળવામાં આવી રહ્યા છે તેની સામે બચાવ માટે પોલીસની મદદ માગવામાં આવી હતી. મદદ માટેની આવી વિનંતીની સામે એવા બેજવાબદાર જવાબો મળ્યા કે એ તો ઠીક છે, તમારે રાજી થવું જોઈએ કે આગમાં તમને અસામાજિક તત્ત્વોએ બાળી ના મૂક્યા! પોલીસ પોતાની ફરજ બજવણીમાં કેટલો ભ્રષ્ટાચાર અને કેટલી બેદરકારી દાખવે છે તેનો નમૂનો ફરી એક વાર દેશને જોવા મળ્યો.

દિલ્હીના ઇશાન ભાગમાં આવેલા વિસ્તારોમાં CAAના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનો દરમિયાન 24મી ફેબ્રુઆરીની રાતે તોફાનો થયા હતા. ત્રણ દિવસ સુધી તે વિસ્તારના રહેવાસીઓ માટે જીવતા નરક સમાન સ્થિતિ થઈ ગઈ હતી.

મૌજપુર, જાફરાબાદ, ચાંદબાગ, યમુના વિહાર જેવા વિસ્તારોમાં કોમી હિંસા ફેલાઇ હતી અને તેમાં 53 જેટલાં મોત થયા છે. એક પોલીસ કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના એક ઓફિસર સહિત ઘણાના જીવ ગયા હતા.

પોલીસને સેંકડો લોકોએ ફોન કર્યા હતા કે તોફાનીઓએ તેમના ઘરો પર હુમલો કર્યો છે અને કોઈ તેમની મદદે આવી રહ્યું નથી. બાદમાં રહેવાસીઓએ અફસોસ સાથે જણાવ્યું હતું કે પોલીસની ઉપેક્ષાને કારણે તેમણે પોતાના કુટુંબીજનોને ગુમાવવા પડ્યા હતા.

લોકોએ એવી પણ ફરિયાદો કરી કે સુરક્ષા માટે મૂકાયેલી પોલીસ માત્ર તમાશો જોતી રહી હતી. હુમલાખોરો સળિયા અને છરીઓ લઈને ધર્મના નામે રહેવાસીઓ પણ હુમલા કરતાં રહ્યા પણ પોલીસે દરમિયાનગીરી ના કરી એવી ફરિયાદ તેમની હતી. ત્રણ દિવસમાં 500 જેટલા ગોળીબાર થયા હતા તેના પરથી જ ખ્યાલ આવે છે કે તોફાની ટોળાંઓએ કઈ રીતે હથિયારો અને છરીઓ, પથ્થરો, એસીડ વગેરે એકઠા કરી રાખ્યા હતા.

આવી કફોડી સ્થિતિમાં અપેક્ષા હોય કે પોલીસ રક્ષણ કરશે, પણ તેમણે પોતાના હાથ ખંખેરી નાખ્યા કે સલામતીની જવાબદારી વ્યક્તિની પોતાની છે. જો આવી જ વાત હોય તો પછી પોલીસને ખાખી યુનિફોર્મ અને લાઠી આપવાનો શો મતલબ.

કેન્દ્રના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર કેટલાક લોકોએ ઇરાદાપૂર્વક દિલ્હીમાં હિંસા ફેલાવી હતી. દિલ્હીના લોહિયાળ બનાવોની પાછળ કોઈનો હાથ હશે તેનો ઇનકાર ના કરી શકાય, પણ તેનાથી પોલીસ નિષ્ક્રિય બની જાય કે બેજવાબદારી દાખવે તેવું ચલાવી લેવાય નહિ.

તોફાનો પછી દિલ્હીના રસ્તાઓ પર બળેલા વાહનો, સામાન વિખરાયેલો પડ્યો હતો. શાળાઓમાં બધું સળગાવી દેવાયું હતું. તેના કારણે સામાન્ય જનનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ બધું સ્પષ્ટપણે દેખાડે છે કે પોલીસ તોફાનોને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગઈ હતી અને સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે જ તે બાબત તરફ ધ્યાન દોર્યું હતું! અદાલતે એવો પણ સવાલ પણ ઉઠાવ્યો કે શું પોલીસ પોતાની ફરજ બજાવવા માટે કોઈ વિશેષ સૂચનાની રાહ જોઈ રહી હતી. પોલીસની આ બેદરકારી દેખાડે છે કે પોલીસમાં સ્વાયતત્તા અને પ્રોફેશનલીઝમ જોવા મળતા નથી. ન્યાયતંત્ર દ્વારા થયેલી ટીકા બહેરા કાને અથડાઇ હોય તેમ લાગે છે, કેમ કે પોલીસના વલણમાં ફેરફાર જોવા મળ્યો નથી.

સ્થાનિક લોકોને સીધી અસર કરવા ઉપરાંત આ કોમી રમખાણોને કારણે દેશમાં અને બહાર પણ ઘણાના હૈયા બળ્યા છે. કઈ રીતે તોફાનો થયા હતા તેના વીડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે. તેના કારણે સમગ્ર વિશ્વમાં ભવિષ્યમાં ધાર્મિક ઉન્માદ શું કરશે તેની ચિંતા પેઠી છે.

એક વીડિયોમાં 23 વર્ષનો યુવાન રડતાં રડતાં રાષ્ટ્રીય ગીત ગાય રહ્યો છે અને પોલીસ તેને ધમકાવી રહી છે. 36 કલાકની રિમાન્ડ પછી યુવાનને છોડવામાં આવ્યો હતો, પણ પોલીસના મારના કારણે તેનું મોત થયું હોવાનું બાદમાં તેની માતાએ જણાવ્યું હતું. પોલીસ સીટીટીવી કેમેરા તોડી રહી હોય તેના વીડિયો પણ ફરતા થયા છે.

પોલીસ કહે છે કે 650 કેસ દાખલ કરાયા છે, 1,820ની ધરપકડ થઈ છે અને 4 કેસ આર્મ્સ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તે સવાલનો કોઈ જવાબ મળતો નથી કે કેમ પોલીસ તોફાનો વખતે ગાયબ થઈ ગઈ હતી અને સ્થિતિને કાબૂમાં લઈ શકી નહિ! એવી પ્રણાલી રહેલી છે કે તોફાનો થવાની શક્યતા હોય ત્યારે તાત્કાલિક કરફ્યૂ નાખી દેવામાં આવે અને 144ની કલમ લાગુ કરી દેવામાં આવે. શંકાસ્પદ ઇસમોની ધરપકડ પણ કરી લેવામાં આવે. પરંતુ 23 ફેબ્રુઆરીએ રાત્રે તોફાનો શરૂ થયા અને ધીમે ધીમે તે કોમી રમખાણમાં ફેરવાઈ ગયા તે પછી પોલીસને 144 કલમ લાગુ કરવાનું યાદ આવ્યું હતું. ઈશાન દિલ્હીના ચાર વિસ્તારોમાં 25 ફેબ્રુઆરીએ કરફ્યૂ નાખવામાં આવ્યો હતો.

કોડમાં એવું જણાવાયું છે કે ધાર્મિક તોફાનોની તપાસ કાળજીપૂર્વક થવી જોઈએ અને તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ. તોફાની બાબતો બે વિવાદાસ્પદ ડેપ્યુટી કમિશનર - રાજેશ દેવ અને જોય તિર્કેને સોંપી દેવામાં આવી તે જ સિસ્ટમમાં રહેલી ખામી દેખાડે છે.

દિલ્હીમાં થયેલા કોમી તોફાનોએ ફરી દેખાડી આપ્યું છે કે વંચિતોના જીવ અને સામાજિક અને ધાર્મિક મૂલ્યો અને જુદી જુદી જ્ઞાતિઓમાં પ્રવર્તતી કમનસીબીનો ઉપયોગ રાજકીય એજન્ડા માટે થાય છે. આવા તોફાનો પછી તપાસ બેસાડાતી હોય છે અને ભોગ બનેલાને વળતર અપાતું હોય છે, પણ તેના કારણે પોતાના વાંક વિના તોફાનોનો ભોગ બનેલા લોકો રાજી થશે તેની કોઈ ખાતરી નથી.

દિલ્હી જેવા તોફાનો ફરી બીજે ક્યાંય ના થાય તે માટે પોલીસે પોતાની રાજકીય તરફદારી તોડવી પડશે. સૌ પ્રથમ પોલીસ દળમાં સુધારા માટેની પ્રક્રિયા શરૂ કરવી પડશે અને ભ્રષ્ટ તથા તોફાની તત્ત્વોને હટાવવા પડશે!

નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો (2016)ના અહેવાલ અનુસાર 209 જેટલા પોલીસ અધિકારીઓ સામે માનવ અધિકાર ભંગના ગુના નોંધાયેલા છે. તેમાંથી 50માં આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. જોકે કોઈની સામે કેસ સાબિત થયો નથી! કાયદા પંચ, રેબિરો સમિતિ, પદ્મનાભૈયા સમિતિ, જસ્ટિસ માલિમાત સમિતિ જેવી ઘણા પંચોએ પોલીસ તંત્રમાં સુધારા માટે ભલામણો કરી છે. પણ તેનો કોઈ અર્થ સર્યો નથી કેમ કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ બીજા રસ્તા અપવાનીને પોતાની જગ્યાએ ટકી જાય છે.

બ્રિટન અને અમેરિકામાં થાય છે તે રીતે ભારતમાં પોલીસને રાજકીય પકડમાંથી મુક્ત કરવામાં નહિ આવે અને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં નહિ આવે ત્યાં સુધી દેશના નાગરિકોને સુરક્ષા મળશે તેમ કહી શકાય તેમ નથી!

લેખક : બાલુ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.