ETV Bharat / bharat

ભારે ધાતુઓથી દૂષિત થયેલુ ઝેરી પાણી !

author img

By

Published : Dec 23, 2020, 12:43 PM IST

પાણી એ દરેક સજીવ માટે જીવાદોરી સમાન છે. પર્યાવરણીય સંરક્ષણમાં પાણીની વિશેષ ભૂમિકા છે. માનવ શરીરના વિવિધ સેલ નેટવર્ક અને અવયવોને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા માટે ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવુ જરૂરી છે. જે પાણી આપણે પીએ છીએ તે ચોખ્ખું હોવુ જોઈએ.

Poisonous drinking water
ભારે ધાતુઓથી દૂષિત થયેલુ ઝેરી પાણી

ન્યૂઝ ડેસ્કઃ પાણી એ દરેક સજીવ માટે જીવાદોરી સમાન છે. પર્યાવરણીય સંરક્ષણમાં પાણીની વિશેષ ભૂમિકા છે. માનવ શરીરના વિવિધ સેલ નેટવર્ક અને અવયવોને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા માટે ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવુ જરૂરી છે. જે પાણી આપણે પીએ છીએ તે ચોખ્ખું હોવુ જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે (WHO) પીવાનું શુદ્ધ પાણી મળવુ એ દરેક વ્યક્તિનો પ્રાથમિક અધિકાર છે. શુદ્ધ અને તાજુ પાણી એ તંદુરસ્ત શરીર માટે પાયા સમાન છે. યુનિસેફનું કહેવુ છે કે, પાણીજન્ય રોગો આપણા દેશની આર્થિક સ્થીતિ પર માઠી અસર પહોંચાડી રહ્યા છે. સમગ્ર દેશમાં આ વર્ષે 1170mm વરસાદ નોંધાયો છે. કેટલાક પાણીના કુદરતી સંગ્રહસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે. જળસંચયની અપુરતી વ્યવસ્થા અને સંગ્રહશક્તિને લીધે આ પાણીનો મોટો હિસ્સો દરિયામાં વેડફાઈ રહ્યો છે. અતીશય જળ પ્રદુષણ, વસ્તી વધારો અને પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થઈ રહેલો વધારો આપણા દેશને પાણીની તંગી તરફ દોરી રહ્યો છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયના કહેવા પ્રમાણે વર્ષ 2016-17 સુધીમાં દેશમાં માત્ર 65 ટકા લોકોને જ પાઇપ અને હેન્ડપંપ વડે શુદ્ધ પાણી મળ્યુ હતુ. આમ છતાં હજારો ગામડાઓ પાણીના સાદા સ્ત્રોતથી પણ વંચીત છે. વર્ષ 2016માં જાહેર થયેલા ‘વર્લ્ડ વોટર એઇડ’ રીપોર્ટના કહેવા પ્રમાણે આપણા દેશમાં તાજા અને શુદ્ધ પાણી મર્યાદીત માત્રામાં ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે આપણા દેશની હાલની પાણીની જરૂરીયાત વાર્ષિક 110 કરોડ ક્યુબીક લીટર છે. વર્ષ 2025 સુધીમાં તે 120 કરોડ ક્યુબીક લીટર થઈ જશે અને વર્ષ 2050 સુધીમામ તે 144 કરોડ ક્યુબીક લીટર થઈ જશે. એસીયાન ડેવલપમેન્ટ બેન્કે જણાવ્યું છે કે, વર્ષ 2030 સુધીમાં આપણા દેશમાં પાણીની અછત પચાસ ટકાથી વધુ થઈ જશે.

ધાતુથી દુષિત પાણી !

આપણા દેશમાં આજે પીવાનું શુદ્ધ પાણી મળવુ એ એક લ્હાવો બની ગયો છે. નિષ્ણાંતોના માનવા પ્રમાણે આપણને જે ગુણવત્તા વાળુ પાણી મળે છે તે ગુણવત્તા પુરતી નથી. આપણા દેશમાં પાણીની શુદ્ધતા માપવાની ચોકસાઈના અભાવે ઘણા લોકો અજાણતા જ દુષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. આઇસીએમઆર અને એનઆઇએન જેવા ઓર્ગેનાઇઝેશન ચીંતા વ્યક્ત કરી રહ્યા છે કે, આપણા દેશના ઘણા વિસ્તારોમાં પહોંચતુ પાણી બેક્ટેરીયા, વાઇરસ, ફુગ તેમજ લીડ, આર્સેનિક, નીકલ અને કોપર જેવી ધાતુઓથી દૂષિત હોઈ શકે છે. ફેક્ટરી અને ઘરોમાંથી નીકડતો કચરો અને રસાયણો જમીનમાં રહેલા પાણીને દૂષિત કરી શકે છે. જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ ખેતી અને મત્સ્ય ઉદ્યોગ માટે નુકસાનકારક સાબીત થઈ શકે છે. તબીબોના કહેવા પ્રમાણે ખોરાક, પીવાનું પાણી અને દૂધમાં રહેલા ઝેરી પદાર્થો બીમારી અને શારીરિક સમસ્યાઓ ઉભી કરી શકે છે. ઓર્ગનો-ક્લોરાઇડથી દૂષિત પાણી માનવની નર્વસ સીસ્ટમ, યકૃત, કીડની અને સ્નાયુઓ પર લાંબા ગાળાની અસર ઉભી કરે છે. ભારે વરસાદ અને પૂર દરમીયાન આ પ્રદૂષિત પાણીની અસર વધુ તીવ્ર બનતી હોય છે.

પ્લાસ્ટીકના કચરાનુ પ્રદુષણ

પાણીના દૂષણનો લાભ લઈ પ્લાસ્ટીકની બોટલમાં પાણીના વેચાણમાં તેજી જોવા મળી રહી છે. જો કે, તેનાથી પીવાના પાણીની જરૂરીયાત પુરી થઈ રહી છે. આમ છતાં તેનાથી પ્લાસ્ટીકનુ પ્રદુષણ વધી રહ્યું છે. લગભગ 80 ટકા પ્લાસ્ટીકની બોટલ ઝેરી રસાયણ મુક્ત કરીને જમીન અને પાણીને પ્રદુષિત કરી રહી છે. પ્લાસ્ટીકને સંપૂર્ણ રીતે નાશ પામતા હજારો વર્ષ લાગે છે. તેના પ્રદુષણથી માણસો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિ પણ અસરગ્રસ્ત થાય છે. હાલમાં, એક જ વર્ષમાં અબજો ટન પ્લાસ્ટીકનો ઢગલો થઈ રહ્યો છે.

સરકારો અને સ્થાનિક સંસ્થાઓએ હવે જળ સંસાધનોના બચાવ અને પાણીના પ્રદુષણને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમયાંતરે પાણીના સેમ્પલને તપાસીને તેની ચોખ્ખાઈની ખરાઈ કરીને લોકોને શુદ્ધ પાણી પહોંચી શકે તેની તકેદારી લેવી જોઈએ. પ્રતિબંધીત જંતુનાશક દવાઓના ઉપયોગ પર સખ્ત નિયંત્રણ લાદવું જોઈએ. રસાયણના ઉપયોગથી થતા નુકસાન તરફ ખેડૂતોનું ધ્યાન દોરીને તેમને તે બાબતે જાગૃત કરવા જોઈએ અને તેમને ઓર્ગેનીક ખેતી તરફ વાળવા જોઈએ. પ્લાસ્ટીકના વ્યાપક ઉપયોગને રોકવા માટે જન જાગૃતિ અભિયાનોને વધુ તીવ્ર બનાવવું જોઈએ.

ડૉ. ઝેડ.એસ.શીવપ્રસાદ (મેડિકલ ફિલ્ડના નિષ્ણાંત)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.