રાંચી: પૂર્વ પ્રધાન એનોસ એક્કાને આવક કરતા વધારે સંપત્તિ અને મની લોન્ડરિંગ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. ઇડીના વિશેષ જજ એકે મિશ્રાએ વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂર્વ પ્રધાનને 7 વર્ષની સજા ફટકારી છે. સાથે જ બે કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ચૂકવવામાં આવે નહીં, તો તેમને 1 વર્ષની વધારાની સજા ભોગવવી પડશે.
20 કરોડ 31 લાખ રૂપિયાના મની લોન્ડરિંગનો મામલો
પૂર્વ પ્રધાન એનોસ એક્કા પર આશરે 20 કરોડ 21 લાખ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ હતો. 21 માર્ચ 2020 ના રોજ કોર્ટે પૂર્વ મંત્રી એનોસ એક્કાને દોષી ઠેરવ્યા હતા. ઓક્ટોબર 2009 માં ઇડીએ એનોસ એક્કા સામે એફઆઈઆર નોંધાવી હતી. આ કેસમાં ઇડીએ 57 સાક્ષીઓનું નિવેદન નોંધાયા છે. જ્યારે એક્કાએ પોાનના પક્ષે 70 સાક્ષી રજૂ કર્યા હતા.
હાઈકોર્ટમાં અરજી કરશે એનોસ
આ મામલાના જાણકારી આપતા એનોસ એક્કાના અધિવક્તા પલ્લવ કુમારે જણાવ્યું હતું કે, તેઓ કોર્ટના નિર્ણયનું ખૂબ સન્માન કરે છે પણ તે આ કેસ અંગે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરશે.