નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પૂર્વ કેન્દ્રિય પ્રધાન બાલાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કર્યું. આ સાથે જ પીએમ દ્વારા પ્રવર રુરલ એજ્યુકેશન સોસાયટીનું નામ બદલી લોકનેતે ડૉ. બાલાસાહેબ વિખે પાટિલ પ્રવર રૂરલ એજ્યુકેશન સોસાયટી કરવામાં આવશે.તો આ સાથે 'પ્રવર રૂરલ એજ્યુકેશન સોસાયટી'નું નામ બદલીને' લોકનાતે ડો. બાળાસાહેબ વિખે પાટિલ પ્રવર રૂરલ એજ્યુકેશન સોસાયટી કર્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા.
આ અંગે પીએમના કાર્યાલયમાંથી માહિતી આપવામાં આવી છે. પાટિલ અનેક વાર લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2016માં 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
વડાપ્રધાન કાર્યાલયથી કહેવામાં આવ્યું છે કે પાટિલની આત્મકથાનું નામ ' દેહ વીચતા કરણી' (પોતાનું જીવન કોઈ સારા કામ માટે સમર્પિત કરવું) છે અને તે ઉત્કૃષ્ટ શીર્ષક છે. કારણ કે તેમણે પોતાનું આખું જીવન કૃષિ અને સહકારિતા સહિત વિભિન્ન ક્ષેત્રોમાં પોતાના અનોખા કમથી સમાજમાં લોકોને ઉપયોગી બનવામાં વિતાવ્યું છે.
આપને જણાવી દઈએ કે પ્રવર રુરલ એજ્યુકેશન સોસાયટી ની સ્થાપના 1964માં અહમદનગર જિલ્લાના લોની માં એક મહત્વપુર્ણ હેતુ સાથે કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ ગ્રામીણ જનતાને વિશ્વ સ્તરીય શિક્ષા પ્રદાન કરવાનો અને બાળાઓને સશક્ત બનાવવાનો છે. આ સંસ્થા છાત્રોના શૈક્ષણિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, શારીરિક અને મનોવૈક્ષાનિક વિકાસ માટે કામ કરી રહી છે.