નવી દિલ્હીઃ રવિવારે વડાપ્રધાન મોદી કોવિડ-19 (કોરાના વાયરસ) સામે લડવા માટેની રણનીતી ઘડવા સાર્કના સભ્ય દેશો સાથે વીડિયો કોન્ફરેન્સમાં ભારતનું નેતૃત્વ કરશે. જેમાં PM મોદી સાર્ક દેશોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે અને કોરોનાથી બચવાના ઉકેલ વિશે વાત કરશે. જેમાં પાકિસ્તાન પણ સામેલ થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 15 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે PM સાર્ક દેશો સાથે વીડિયો કોન્ફેરન્સમાં ભારતનું નેતૃત્વ કરશે. જેમાં PM મોદી સાર્ક દેશોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે અને કોરોનાથી બચવાના ઉકેલ વિશે વાત કરશે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6413912_fdksj.jpg)