ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આજે 100મી કિસાન રેલને લીલી ઝંડી આપશે

author img

By

Published : Dec 28, 2020, 10:56 AM IST

Updated : Dec 28, 2020, 11:06 AM IST

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રથી પશ્ચિમ બંગાળ સુધીની 100 મી કિસાન રેલને રવાના કરશે. આ રેલ મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી દોડશે.

PM to flag off 100th Kisan Rail from Maharashtra to West Bengal today

  • મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કિસાન રેલને રવાના કરશે
  • મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી દોડશે આ રેલ
  • ભારત સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકાની સબસિડી આપી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી દોડનારી 100 મી કિસાન રેલને રવાના કરશે.

પીએમઓએ કહ્યું કે, આ ટ્રેન કોબી, સિમલા મિરચાં, ડુંગળી જેવા શાકભાજી તથા દ્રાક્ષ, નારંગી, દાડમ, કેળા તથા સીતાફળ જેવા ફળ લઇને આવશે. ભારત સરકારે ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકાની સબસિડી આપી છે.

ઉલ્લેખનીય છે કે, પહેલી કિસાન રેલ 7 ઓગસ્ટના દેવવાલીથી દાનાપુરની વચ્ચે ચલાવવામાં આવી હતી. જે બાદ મુઝફ્ફરપુર સુધી લંબાવવામાં આવી. પીએમઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોના સારા પ્રતિસાદ બાદ તેના રાઉન્ડ સાપ્તાહિક સેવાથી વધારી અઠવાડિયામાં ત્રણ વખત કરી દેવામાં આવ્યા છે.

વડાપ્રધાન કચેરીએ કહ્યું કે, કિસાન રેલ આખા દેશમાં કૃષિ પેદાશો ઝડપથી પહોંચાડવા માટે ક્રાંતિકારી સાબિત થઈ છે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોના એક વર્ગ દ્વારા દિલ્હીની સીમાઓ પર પ્રદર્શનની વચ્ચે મોદી ટ્રેનને રવાના કરશે.

Last Updated : Dec 28, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.