નવી દિલ્હી : આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસને લઈને મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાન દ્વારા કોરોનાના સમયમાં થઇ રહેલા કામની સમીક્ષા કરવા માટે બેઠકો યોજતા હોય છે.તેમણે છેલ્લે 11 ઓગસ્ટના રોજ કોવિડ -19 સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મુખ્ય પ્રધાનો અને 10 સૌથી અસરગ્રસ્ત રાજ્યોના પ્રતિનિધિઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. આ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, સાજા થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 24 કલાકમાં એક લાખથી વધુ કોરોના દર્દીઓની રિકવર થઇ છે.