ETV Bharat / bharat

આજે સવારે 10 વાગ્યે PM નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે - નરેન્દ્ર મોદી આવતીકાલે લોકડાઉન અવધિ વધારવાની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે. પીએમઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે લોકડાઉન અવધિ વધારવાની જાહેરાત કરી શકે છે. જેમાં લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવી શકાય છે.

PM to address nation on Tuesday
PM નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે
author img

By

Published : Apr 13, 2020, 3:07 PM IST

Updated : Apr 13, 2020, 11:56 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દેશને સંબોધન કરશે. પીએમઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી આવતીકાલે લોકડાઉનનો સમયગાળો વધારવાની જાહેરાત કરી શકે છે. જેથી લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી શકાય છે.

આ પહેલા PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન લોકડાઉન વધારવા માટે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ 6 રાજ્યોએ 30 એપ્રિલ સુધી પોતોના રાજ્યમાં લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.

  • Prime Minister @narendramodi will address the nation at 10 AM on 14th April 2020.

    — PMO India (@PMOIndia) April 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 9152 પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 308 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 857 દર્દીઓ સ્વસ્થ થયા બાદ પોતોના ઘરે પહોંચ્યાં છે.

મહત્વનું છે કે, રવિવારે મુંબઇમાં 152 કોરોનાના કેસ નોંધાયા હતાં, જ્યારે 24 કલાકમાં 16 લોકોનાં મોત થયાં હતાં. આ સમયે દિલ્હીમાં 24 કલાકમાં 85 નવા કેસ નોંધાયા હતા અને 5 લોકોના મોત નીપજ્યાં હતાં. હવે જોવાનું એ રહેશે કે લોકડાઉનનો સમયગાળો કેટલો વધે છે.

Last Updated : Apr 13, 2020, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.