અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં રામ મંદિરના નિર્માણ માટે આજે ભૂમિપૂજન થયું હતું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. યોગી આદિત્યનાથે તેમના સંબોધનમાં કહ્યું કે અમે વૈશ્વિક રોગચાળા સામે માર્ગદર્શિકાનું પાલન કરીને ઓછા લોકોને આમંત્રિત કર્યા છે.
વડાપ્રધાનના સંબોધનની મુખ્યા વાતો:
- મને વિશ્વાસ છે કે, આપણે બધા આગળ વધીશું, દેશ આગળ વધશે! ભગવાન રામનું આ મંદિર યુગો સુધી માનવતાને પ્રેરણા અને માર્ગદર્શન આપતું રહેશે.
- આપણે ધ્યાનમાં રાખવું પડશે, જ્યારે જ્યારે માનવતાએ રામને માન્યું છે, ત્યારે વિકાસ થયો છે. જ્યારે આપમે ભટકીયે છીએ વિનાશના માર્ગો ખુલ્યા છે! આપણે દરેકની લાગણીની કાળજી લેવી પડશે. આપણે દરેકના વિશ્વાસ સાથે, દરેકનો વિકાસ કરવો છે.
- પ્રભુ શ્રીરામે શીખવ્યું છે કે, કેવી રીતે આપણી ફરજો નિભાવવી! તેઓએ આપણને વિરોધથી નીકળીને બોધ અને શોધનો રસ્તો બતાવ્યો. આપણે રામ મંદિરના આ શિલાને પરસ્પર પ્રેમ અને ભાઈચારો સાથે જોડવા છે.
- રામ સમય, સ્થળ અને સંજોગો અનુસાર બોલે છે, વિચારે છે. રામ આપણને સમય સાથે વધવાનું શીખવે છે. રામ પરિવર્તનની તરફેણમાં છે, રામ આધુનિકતાના પક્ષમાં છે. આ પ્રેરણાથી ભારત શ્રી રામના આદર્શો સાથે આગળ વધી રહ્યું છે.
- આજે પણ, ભારતની બહાર અનેક એવા દેશો છે જ્યાં ત્યાંની ભાષામાં રામકથા હજી પણ પ્રચલિત છે. હું માનું છું કે આ દેશોમાં પણ આજે પણ કરોડો લોકો રામ મંદિરના નિર્માણની શરૂઆત સાથે ખૂબ જ સુખદ ભાવના અનુભવે છે.
- આ મંદિરથી માત્ર નવો ઇતિહાસનું સર્જન જ નહીં, પરંતુ ઇતિહાસ પણ પોતાને પુનરાવર્તિત કરી રહ્યો છે.
- માનનીય સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો ત્યારે પણ અમે આ ગૌરવ અનુભવ્યો હતો. દરેક દેશની લાગણીઓની કાળજી લેતા બધા દેશવાસીઓ શાંતિથી કેવી રીતે રહ્યા તે પણ અમે જોયું હતું. આજે પણ આપણે સર્વત્ર સમાન ગૌરવ જોઇ રહ્યા છીએ.
- કોરોના દ્વારા ઉતપ્ન્ન થયેલી પરિસ્થિતિઓને કારણે ભૂમિપૂજનનો આ કાર્યક્રમ અનેક મર્યાદિત મહાનુભાવો વચ્ચે થઈ રહ્યો છે. શ્રીરામના કાર્યમાં દેશએ ગૌરવનું સમાન ઉદાહરણ રજૂ કર્યું છે.
- આ દિવસ કરોડો ભક્તોના સંકલ્પના સત્યનો પુરાવો છે. આજે, આ દિવસ સત્ય, અહિંસા, વિશ્વાસ અને બલિદાનને ન્યાયી ભારતની અનોખી ભેટ છે.