PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર પોતાનો ચુકાદો આપી દીધો છે. આ ચુકાદાને કોઈની હાર અથવા જીતના રૂપમાં ન જોવો જોઈએ. આ સમય આપણા બધા માટે ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશના લોકોને મારી અપીલ છે કે, શાંતિ, સંપ અને એકતા બનાવી રાખે.
PMએ વધુમાં લખ્યું કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદા મહત્વપૂર્ણ છે. આ ચુકાદો જણાવે છે કે, કોઈ પણ વિવાદનું સમાધાન લાવવા માટે કાયદાનું પાલન કેટલું અગત્યનું છે. બધા પક્ષોને પોતાની દલીલો રાખવા માટે પુરતો સમય અને તક આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દશકો જૂના મામલામાં યોગ્ય રીતે સમાધાન કર્યું છે.
PM મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, આ ચુકાદો કાયદામાં માનનાર સામાન્ય માણસના વિશ્વાસને મજબૂત બનાશે. આપણા દેશની હજારો વર્ષ જૂની ભાઈચારાની ભાવનાના અનુરુપ 130 કરોડ ભારતીયોએ શાંતિ અને સંયમનો પરિચય આપવાનો છે. ભારતના શાંતિપૂર્ણ સહ અસ્તિવની સહજ ભાવનાનો પરિચય આપે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, રાનજન્મભૂમિ પર સ્વસમ્મતિથી આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદોનું સ્વાગત કરું છું. બધા સમુદાયો અને ઘર્મોના લોકોને અપીલ કરું છું કે, આપણે આ ચુકાદોને સહજતાથી સ્વીકારતા શાંતિ અને સંપના પરિપૂર્ણ એક ભારત શ્રેષ્ઠ ભારતના પોતાના સંકલ્પના પ્રતિ કટિબદ્ધ રહે.
અમિત શાહે કહ્યું કે, દશકોથી ચાલી રહેલા રામ જન્મભૂમિના આ વિવાદને આજે એટલે કે, શનિવારે આ નિર્ણયથી અંતિમ રૂપ મળ્યું છે. હું ભારતની ન્યાય પ્રણાલી અને બધા જ્જોને શુભેચ્છાઓ પાઠવું છું.