નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બુદ્ધ પૂર્ણિમા કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ કોરોના વાઇરસ પીડિતો અને કોરોના યોદ્ધાઓનાં સન્માનમાં યોજવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા પર એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ કોરોનાના ફ્રન્ટલાઈન વોરિયર્સના સન્માનમાં યોજવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામમાં કોરોનાથી પીડિત લોકોને પણ યાદ કરવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા સમારોહમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશન (આઈબીસી) ના સહયોગથી, સંસ્કૃતિ મંત્રાલય વિશ્વભરના બૌદ્ધ સંગઠનોના સર્વોચ્ચ વડાઓની ભાગીદારીથી વર્ચુઅલ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે.