PM મોદીએ રાષ્ટ્રપતિને કર્યા યાદ
સમગ્ર દેશ આજે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મોદીએ બાપુને યાદ કર્યા હતા. મોદીએ એકવાર પ્રયોગ કરેલા પ્લાસ્ટિક વિરૂદ્ધ જન-આંદોલનનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ એકવાર ઉપયોગ કરેલા પ્લાસ્ટિક વિરૂદ્ધ, બીજી ઓક્ટોબરે એક 'નયા જન-આંદોલન' શરૂ કરવાનું રવિવારે આહ્વાન કર્યું છે.
મોદીએ રેડિયો પર પ્રસારિત પોતાના માસિક સંબોધન 'મન કી બાત'માં કહ્યું કે, જ્યારે દેશ રાષ્ટ્રપિતાની 150મી જન્મજયંતિ મનાવી રહ્યો છે, ત્યારે અમે પ્લાસ્ટિક વિરૂદ્ધ નવું જન આંદોલનનો પ્રારંભ કરીશું.
'ન કરો પ્લાસ્ટિકનો ઉપયોગ'
તેમણે પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિક કચરાનો ઉચિત સંગ્રહ તેમજ તેના સંગ્રહ અને તેના પ્રયાસોનું આહ્વાન કર્યું હતું.
મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર પણ પોતાના સંબોધનમાં નાગરિકોથી અપિલ કરી હતી કે, તેઓ એકવાર ઉપયોગ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે. તેમણે સલાહ આપી કે, દુકાનદાર ગ્રાહકોને પર્યાવરણને અનુકૂળ બેગ આપે.
તેમણે 'મન કી બાત'માં પણ એકવાર ઉપયોગ કરેલા પ્લાસ્ટિકનો વારંવાર ઉપયોગ ન કરવા અપિલ કરી જેથી પર્યાવરણ સંરક્ષણના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે.
PM મોદીએ શ્રી કૃષ્ણને પણ યાદ કર્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણના જીવનમાંથી સમાધાન મેળવી શકે છે. કૃષ્ણનું જીવન એટલા ઉતાર-ચઢાવ ભર્યું છે કે, તેમના જીવનમાંથી શીખવા માટે દરેક વ્યક્તિ પાસે કંઇકને કંઇક હશે. મોદીએ યુદ્ધ ભૂમિથી કૃષ્ણજીના સારથીવાળા રૂપથી લઇને પર્વત ઉપાડનારા તમામ દષ્ટાંતોને યાદ કર્યા હતા.
રમત દિવસ પર થશે ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત
29 ઓગસ્ટે રમત દિવસના અવસર પર ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવાની વાત પણ વડાપ્રધાન મોદીએ ઘોષણા કરી હતી. રેડિયો કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે, દેશમાં દરેક ચુસ્ત અને તંદુરસ્ત જીવન ઇચ્છે છે. હું ઇચ્છું છું કે, દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થય વિશે વિચાર કરે.
શું બેયરને આવડે છે હિન્દી?
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બેયર ગ્રિલ્સ સાથે પસાર કરેલા સમયની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઘણા લોકોને એ જાણવામાં રસ છે કે, વડાપ્રધાન મોદી દ્વારા બોલવામાં આવતી હિન્દી બેયર ગ્રિલ્સ કઇ રીતે સમજી શક્યા હતાં. લોકોને એ પણ જાણવામાં રસ છે કે, આ પ્રોગ્રામ એડિટ કરવામાં આવ્યો છે કે કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવ્યો છે. તેનો જવાબ છે કે, મારા અને તેમની વચ્ચેના તકનીક પુલના કામની એક કોર્ડલેસ ડિવાઇસની મદદથી બેયર મારી હિન્દીમાંથી અંગ્રેજીમાં અનુવાદ સાંભળી શકતો હતો.