નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ 7 ઓગસ્ટના રોજ NEP-2020 અંતર્ગત 'ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તન સુધાર પર' સંમેલનમાં સંબોધન કર્યું હતું અને 7 સપ્ટેમ્બરે નીતિ અંગેની 'ગવર્નર્સ કોન્ફરન્સ'ને સંબોધન કર્યું હતું. શિક્ષકોનું સન્માન કરવા અને નવી શિક્ષણ નીતિને આગળ વધારવા 8 થી 25 સપ્ટેમ્બર સુધી શિક્ષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
PMOએ કહ્યું કે, એનઇપીના ઘણા પાસાં પર વિવિધ વેબિનાર્સ, વર્ચુઅલ કોન્ફરન્સ અને કોન્કલેવ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે, NEP-2020એ 21 મી સદીની પહેલી શિક્ષણ નીતિ છે, જે 34 વર્ષ પછી 1968 જાહેર કરવામાં આવી હતી. NEP-2020 બંને શાળા અને ઉચ્ચ શિક્ષણ સ્તર પર મોટા સુધારા તરફ નિર્દેશિત કરવામાં આવ્યું છે.