સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ગયા વખતે મેં પ્રેમચંદજીની વાર્તા પર એક પુસ્તક વિશે ચર્ચા કરી હતી અને અમે નક્કી કર્યું છે કે, જે પણ પુસ્તક વાંચે તે તેના વિશે લખીને Narendramodi app પર શેર કરે.
આપણે Narendramodi app પર એક બુક કોર્નર બનાવીએ, બુક કોર્નરનું નામ જનતા જણાવી શકે છે.
ઝારખંડમાં રાંચીથી થોડે દુર એક આરા કેરમ ગામ છે જ્યાંના ગ્રામીણ લોકોએ જળ સંચય માટે જે હિંમત દાખવી છે તે લોકો માટે ઉદહારણ રુપ છે.
તમને આ વાત જાણીને ખુબ ખુશી થશે કે, મેધાલય દેશનું પહેલું રાજ્ય બની ગયુ છે, જેણે પોતાની જળનીતિ બનાવી છે.
હરિયાણામાં જે પાકને પાણીની ઓછી જરુરત છે તે ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે કોઇ પણ ખેડૂતનું નુકસાન નથી થઇ રહ્યું.
હવે તો તહેવારનો સમય આવી ગયો છે, તહેવારમાં તો જ્યાં ત્યાં મેળા યોજાય છે. તો મેળામાં પણ આપણે જળ સંરક્ષણ વિશે જાગૃતતા ફેલાવી શકીએ છીએ.
મને લાગી રહ્યું છે કે પાણીની બાબતે હાલમાં ભારતના લોકો મુશ્કેલીમાં છે. જલ સંરક્ષણને લઇને દેશભરમાં અનેક પ્રયાસો ચાલી રહ્યા છે.
બાળકો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જીવનમાં કેટલીક વાતો આપણને ખુશી આપે છે ખાસ કરીને બાળકોની ઉપલબ્ધિઓ તેમના અમુક કામ તો આપણને પણ નવી ઉર્જા પ્રદાન કરે છે.
અવકાશી સિદ્ધી માટે 2019 ભારત માટે ખુબ સારુ વર્ષ રહ્યું છે.
ચંદ્રયાન-2 ઘણી બધી રીતે વિશેષ છે, તેમાંથી મને વિશ્વાસ અને નિર્ભરતાની શીખ મળી છે.
22 જુલાઇના રોજ સંપૂર્ણ દેશને ચંદ્રાયાન-2 નિહાળ્યું છે. ચંદ્રાયાન-2ના લોન્ચિંગના ફોટાએ દેશવાસિઓને ગૌરવ અને જોશથી પ્રસન્ન કરી દીધા.
આપણા જીવનમાં આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરતુ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ જ કંઇક મેળવવાનું સામર્થય પ્રાપ્ત થાય છે.
હું દેશના યુવાનોને એક ક્વીઝ રમવા માટે નિમંત્રણ આપુ છું, જેમાં વિજ્ઞાનને લગતા સવાલોના જવાબ આપવાના રહેશે, કારણ કે વિજ્ઞાનના કારણે જ આપણ આજે અવકાશી ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી ચૂક્યા છે.
મન કી બાતને કારણે સ્વચ્છતા અભિયાનને ગતિ મળી છે, 5 વર્ષ પહેલા શરુ કરાયેલું સ્વચ્છતા અભિયાન આજે નવા નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.
થોડા દિલસ પહેલા મેં Mygov પર એક રસપ્રદ ટિપ્પણી વાંચી, "જમ્મુમાં રહેતા ભાઇ મહોમ્મદ અસ્લમે જણાવ્યું કે મન કી બાત સાંભળવુ ગમે છે. મને આ તમને જણાવતા ખુશી થાય છે કે, મે પોતાના રાજ્ય જમ્મુમાં Community mobilization programme-back to village આયોજનમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી, આ કાર્યક્રમ જૂન મહિનામાં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પહેલી વાર ઉચ્ચ અધિકારીઓ ગામ સાથે કનેક્ટ થયા હતા, તેવા અધિકારીઓએ ગામ જોયુ પણ ન હતુ. પરતું ગામ સાથે જોડાયા બાદ તેઓ ગામ લોકોની સમસ્યાઓ સમજી શક્યા હતા.
ખુશીની વાત છે કે, Back to village કાર્યક્રમનું આયોજન એવા ગામમાં પણ કરવામાં આવ્યું હતું કે, જ્યાં પહોંચવા માટે સરકારી અધિકારીઓને દુર્ગમ રસ્તાઓ પર થઇને જવુ પડી રહ્યુ હતું.
સંપૂર્ણ ભારત વર્ષમાં અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષાના લોકો શ્રાવણ મહિનો ઉજવે છે. આ વાતાવરણમાં ચારે તરફ ક્યાંય પણ જોવો તો લાગે છે કે ઘરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય.