અમેરિકાના હ્યુસ્ટનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના અમેરિકા ખાતેના રાજદૂત હર્ષવર્ધન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છ ભારત અભિયાનની ઝાંખી કરાવી હતી. એક લેડી અધિકારીએ મોદીને એરપોર્ટ પર બુકે આપીને સ્વાગત કર્યું હતું. જેમાંથી અજાણતાં એક પાંદડુ નીચે પડી ગયું હતું.
મોદીએ બીજા અધિકારીનું અભિવાદન સ્વિકારતી વખતે નીચા નમીને આ પાંદડુ જાતે જ ઉઠાવી લઈને પોતાના સુરક્ષા અધિકારીને આપી દીધું હતું. PM મોદીના આ કાર્યની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો મોદીના સ્વચ્છતા પ્રત્યેના આગ્રહની પ્રશંસા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ભારતમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. મોદી પોતે પણ સ્વચ્છતાના આગ્રહી છે તેવું તેમના આ પગલા પરથી તેમણે બતાવ્યું હતું.