કુલ્લૂ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેજબાની માટે શીતળ મરુસ્થળ લાહૌલ-સ્પીતિ તૈયાર છે. ખીણમાં વડાપ્રધાન મોદીનું જનજાતીય સંસ્કૃતિથી સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન પરંપરાગત વાનગીઓ પણ પીરસવામાં આવશે.
3જી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અટલ ટનલનું ઉદ્ધાટન કરવા લાહૌલ અને મનાલી આવી રહ્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે પ્રદેશ સરકાર અને પ્રશાસન પુરજોશમાં કામે લાગ્યું છે. લાહૌલ ખીણમાં લાહૌલી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે. બપોરના ભોજનમાં વડાપ્રધાનને સ્થાનિક વાનગીઓ પીરસવામાં આવશે.
સ્થાનીક વાનગીઓમાં દેશી ઘીની સાથે મન્ના વ લાલ બટેટા, લાહૌલના અનાજ કાઠુથી બનેલા ચિલડા, અખરોટના સિડ્ડૂ, ફુદીના અને કોથમીરની બનેલી ચટણી સહિત થુપકા પીરસવામાં આવશે.તેમજ નમકીન ચા પીરસવામાં આવશે. વડાપ્રધાન મોદીને હિમાચલ સાથે અનોખો લગાવ રહ્યો છે.
હિમાચલના ભાજપ પ્રભારી રહેતા તેમણે દેવભૂમિનું ભ્રમણ કર્યું છે. ડિસેમ્બર 2018માં કાંગડા પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હિમાચલ આવું છું ત્યારે મને લાગે છે કે હું મારા ઘરે આવ્યો છું.
મોદીએ મનાલી અને લાહૌલ પ્રવાસને લઈ કહ્યું કે, લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન માટે લાહૌલ સ્પીતિ અને મનાલી કોઈ અજાણી જગ્યા નથી. 3 જૂન 2020માં કેલંગમાં જ્યારે અટલ ટનલની જાહેરાત થઈ હતી. ત્યારે તેઓ હિમાચલ પ્રભારી હતા. અટલ ટનલને સાઉથ પોર્ટલના રસ્તાના શિલાન્યાસ દરમિયાન પણ મોદી મનાલીના સાસેમાં હાજર હતા.
આજે અટલ ટનલ બનીને તૈયાર છે. જેના લોકાર્પણ માટે 3જી ઓક્ટોમ્બર મોદી લાહૌલ અને મનાલી આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાહૌલી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે. તેમજ અનેક વાનગીઓ પણ પીરસવામાં આવશે.
- ધી મન્ના અને બટેટાથી બનાવવાની રેસિપી
લોટમાં કાળું જીરું અને મીઠું નાંખી ખીરું તૈયાર કરવામાં આવે છે. તૈયાર ખીરાથી મન્ના બનાવવામાં આવે છે. મન્ના બનાવવાની રીત ઢોસાની રીત પ્રમાણે હોય છે. જેને દેશી ઘી લાલ બટેટા સાથે પીરસવામાં આવે છે.
- લવાડ ચિલડા બનાવવાની રેસિપી
હિમાલયન કાઠુના લોટનું ખીરું બનાવવામાં આવે છે. જેમાં ઈર્સ્ટ, મીઠું નાંખી લવાડ તૈયાર કરવામાં આવે છે. જેને કોથમીર, ફુદીનાની ચટણી સાથે પીરસવામાં આવે છે.
- થુપકા અને સિડ્ડૂ
કાળા ચણા, ચોખા, શાકભાજીને બાફી થુપકા તૈયાર કરવામાં આવે છે. આ સિવાય સિડ્ડૂ અખરોટ, ગાજર, ગરીના મિશ્રણ તૈયાર કરી લોટમાં નાંખી તૈયાર કરવામાં આવે છે. આ સાથે કોથમીર અને ફુદીનાની ચટણી સાથે પીરસવામાં આવે છે. નમકીન ચા સાથે બધી વાનગીઓ પારંપારિક પકવાનો સ્વાદ અનોખો હોય છે.