ETV Bharat / bharat

વતને આવ્યા વડાપ્રધાન મોદી, જાણો મોદીના કાર્યક્રમનું શિડ્યુલ - વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો શિડ્યુલ ચેન્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ 31 ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે. જોકે, આ વચ્ચે ગઈકાલે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થતા વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી.

કાર્યક્રમનો શિડ્યુલ ચેન્જ
કાર્યક્રમનો શિડ્યુલ ચેન્જ
author img

By

Published : Oct 30, 2020, 8:48 AM IST

Updated : Oct 31, 2020, 7:09 AM IST

  • વડાપ્રધાન મોદીના કાર્યક્રમનો શિડ્યુલ ચેન્જ
  • કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળ્યા
  • કેશુભાઈ પટેલનું નિધન થતા વડાપ્રધાનના કાર્યક્રમમાં ફેરફાર
  • નરેશ કનોડિયા ના પરિવાર ને સાંત્વના પાઠવશે વડા પ્રધાન મોદી

અમદાવાદ : કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જશે.

જાણો કાર્યક્રમની રૂપરેખા

  • સવારે 10.00 વાગ્યે ગાંધીનગરમાં સ્વ.કેશુભાઇ પટેલના આપશે શ્રદ્ધાંજલિ
  • બપોરે 12.00 વાગ્યે કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ધાટન
  • બપોરે 12.00 વાગ્યે એકતા મોલનું ઉદ્ધાટન અને તે બાદ બાળ પોષણ પાર્કનું ઉદ્ધાટન
  • બપોરે 03.45 વાગ્યે જંગલ સફારી અને જિયોડેસિક ડોમ એવિયરીનું ઉદ્ધાટન
  • સાંજે 5.00 વાગ્યે વડાપ્રધાન વિભિન્ન પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે
  • સાંજે 7.00 વાગ્યે ડાયનામિક લાઇટિંગનું ઉદ્ધાટન
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા મોબાઇલ એપ્લિકેશન વેબસાઇટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

તારીખ 31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ તેઓ આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. તેમજ દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.૩ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતીએ કરશે.

સ્વ.નરેશ કનોડિયા ના પરિવાર ને સાંત્વના પાઠવશે વડા પ્રધાન મોદી

  • કનોડિયા પરિવારના નિવાસસ્થાને ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
  • સ્વ.નરેશ કનોડિયાના પરિવારને સાંત્વના પાઠવશે વડા પ્રધાન મોદી
  • આશરે 10.30 સુધીમાં આવી શકે છે, કનોડિયા પરિવારના નિવાસસ્થાને
  • કનોડિયા હાઉસની બહાર નરેશ મહેશની યાદગાર તસવીરોના પોસ્ટર મુકવામાં આવ્યા.
  • ઘરના કમપાઉન્ડમાં વડા પ્રધાન માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ.

Last Updated : Oct 31, 2020, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.